+

Oparetion અસુર : આ માખણ મારી નાખશે! ‘નકલી માખણ’ના ગોરખધંધાનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ

અમદાવાદમાં ‘નકલી માખણ’નો (Duplicate Butter) કાળો કારોબાર સામે આવ્યો છે. અખાદ્ય વસ્તુઓમાંથી બનતું માખણ લોકોના શરીર માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ, આવું ‘નકલી માખણ’ બનાવતા વેપારીનો રીતસરનો…

અમદાવાદમાં ‘નકલી માખણ’નો (Duplicate Butter) કાળો કારોબાર સામે આવ્યો છે. અખાદ્ય વસ્તુઓમાંથી બનતું માખણ લોકોના શરીર માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ, આવું ‘નકલી માખણ’ બનાવતા વેપારીનો રીતસરનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે. અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા આવા જ કેટલાક ચહેરાઓને આજે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) એ ખુલ્લા પાડ્યા છે.

માખણનો વેપાર અમદાવાદમાં (Ahmedabad) ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે માખણના ભાવ આસમાને છે, તેવું માખણ મસ્કાબન અને સેન્ડવીચ બજારમાં માત્ર રૂ. 25 થી 30 ના ભાવે વેચાઈ રહી છે. જાહેર રસ્તાઓની બાજુમાં ઊભેલી નાસ્તાની કેટલીક લારીઓ પર જે માખણ અથવા બટરને લગાવીને તમને વાનગીઓ પીરસવામાં આવે છે, તે માખણ નકલી હોય છે. તે માખણ અખાદ્ય છે. તે માખણ સફેદ ઝેર છે. આ ‘નકલી માખણ’ (Duplicate Butter) વેચીને કેટલાક તત્વો તેમના ખિસ્સા ભરી રહ્યા છે અને લોકોને બીમારી વેચી રહ્યા છે. આજે આવા જ કેટલાક તત્વોના ચહેરા પરથી ગુજરાત ફર્સ્ટે (Oparetion અસુર) પડદો ઊંચક્યો છે.

‘નકલી માખણ’

આ વાત માત્ર હવામાં નથી થઈ રહી. પરંતુ, ગુજરાત ફર્સ્ટના (Gujarat First) સંવાદદાતા સંજય જોશીએ (Sanjay Joshi) કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં (Sting Operation) એવા લોકોના ચહેરા સામે આવ્યા છે, જે ‘નકલી માખણ’ બનાવે છે અને તેનો ધીકતો ધંધો કરે છે. તો આવો તમને પણ બતાવીએ કે કોણ છે એ લોકો જે ‘સફેદ ઝેર’ (White Poison) એવા માખણનો કાળો કારોબાર કરી રહ્યા છે.

આ રીતે તૈયાર થાય છે ‘નકલી માખણ’

તમને જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ અમદાવાદના એક એવા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં આ નકલી માખણ બનાવવાનું યુનિટ આવેલું છે. આ યુનિટમાં જ્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ અંદર પ્રવેશી ત્યારે નાના બાળકો, જેમને ખબર પણ નથી કે તેઓ શું કામ કરી રહ્યા છે. તેમની પાસે આ ‘નકલી માખણ’નું પેકિંગ કરાવવામાં આવી રહ્યું હતું. યુનિટમાં એક ઘંટી પ્રકારનું મશીન પર હતું, જેમાં છેલ્લી કક્ષાનું સસ્તામાં સસ્તું બજારમાં મળતા ડાલડા ઘીનો રવો જોવા મળ્યો હતો. આ રવામાં પાણી નાખીને ‘નકલી માખણ’ બનાવવામાં આવતું હતું. આ જીવલેણ અનેક બીમારીઓને નોતરતું માખણ અનેક લારીઓ, સ્ટોલ પર પહોંચે છે અને બ્રેડ અને બન વચ્ચે મસ્કો મારી ગ્રાહકોને પિરસવામાં આવે છે, જેને લોકો પણ ખૂબ જ ચાઉંથી આરોગે છે.

‘નકલી માખણ’ નો ગોરખધંધો

‘નકલી માખણ’ નો જથ્થો

ગુજરાત ફર્સ્ટની ટીમ (Oparetion અસુર) અમદાવાદના શાહપુર જૂના મ્યુનિસિપલ ક્વોટર્સ વિસ્તારમાં પણ ગઈ હતી. ત્યાં એક ગલીના ખૂણામાં ‘નકલી માખણ’નું યુનિટ ધમધમી રહ્યું હતું. યુનિટના મુખ્ય દરવાજા પર પડદો હતો. અમારા સંવાદદાતા સંજય જોશી (Sanjay Joshi) રિયાલિટી ચેક (Reality check) માટે આ યુનિટમાં પ્રવેશ્યા. જ્યાંના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા હતા. અહીં, ડાલડા ઘીના રવા પડ્યા હતા અને ઘંટી જેવા મશીનમાં ઘી અને પાણી નાખીને નકલી માખણ બનાવવામાં આવી રહ્યું હતું. મશીન ચાલી રહ્યું હતું અને માખણ જેવો પદાર્થ તૈયાર થઈ રહ્યો હતો.

‘નકલી માખણ’ના ગોરખધંધાનો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટની ટીમે નકલી માખણનો કાળો કારોબાર ચલાવતો સપ્લયાર મોહમ્મદ સાદીક અન્સારી સાથે વાતચીત કરી હતી. તે નકલી માખણ બનાવીને તેને વેચવાનું કામ કરે છે. મોહમ્મદ સાદીક અન્સારી અસારવા, ચમનપુરા વિસ્તારમાંથી નકલી માખણને આખા અમદાવાદમાં પહોંચાડવાનું કામ કરે છે. મોહમ્મદ સાદીક અન્સારી જેવા નકલી માખણનું ઉતપાદન કરતા વેપારીઓ ચમનપુરામાં ગોડાઉન ધરાવતા ખાલીદને માલ આપે છે અને ખાલીદ પોતાનો નફો ચઢાવી અને આખા અમદાવાદમાં છૂટક ભાવે વેપલો ચલાવે છે. આ સિસ્ટમ વર્ષોથી આ જ રીતે ચાલે છે. નકલી સફેદ માખણનો કાળો કારોબાર ચલાવતા ખાલીદને અમારા સંવાદદાતાએ એક લારી ચલાવતા વ્યક્તિની ઓળખ આપી અને તેની પાસેથી મોટી માત્રામાં માખણ અને જામ ખરીદવાની લાલચ આપી.

પહેલા ‘નકલી ઘી’, હવે ‘નકલી માખણ’નો પર્દાફાશ કરી ગુજરાત ફર્સ્ટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી

માખણની સપ્લાય કરતા ખાલીદે તો ગુજરાત ફર્સ્ટની ટીમને બટરની સાથે-સાથે જામ પણ ખરીદવાની ઓફર કરી હતી. રૂ. 90 કિલો બટર અને રૂ. 350 માં 6 કિલો જામ મળી રહેશે તેવું તેણે જણાવ્યું હતું. એટલે કે રૂ. 60 કિલોના ભાવે જામ પણ અહી ઉપલબ્ધ છે, જેમાં તેનો નફો પણ આવી ગયો. નકલી બટર અને નકલી જામનો વેપલો ચલાવીને ખાલીદ અને અન્સારી ધીકતો ધંધો ચલાવી રહ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાત ફર્સ્ટની (Oparetion અસુર) ટીમે અખાદ્ય ઘીનો વેપલાનો પર્દાફાશ કર્યો હતો અને આજે ફરી ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પોતાની સામાજિક જવાબદારી નિભાવીને ‘સફેદ ઝેર’નો કાળો કારોબાર ચલાવી રહેલા તત્વોને ઊઘાડા પાડ્યા છે. જે કામ તંત્રના આરોગ્ય વિભાગે કરવું જોઈએ, તે કામ ગુજરાત ફર્સ્ટની ટીમે કરી બતાવ્યું છે. નકલીનો કાળો કારોબાર ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોને તો ગુજરાત ફર્સ્ટે ઉઘાડા પાડ્યા પણ હવે જોવાનું એ છે કે તંત્રના અધિકારીઓ આ તત્વો સુધી પહોંચે છે કે નહીં.

અમારા સંવાદદાતાએ ગ્રાહક બનીને આ નકલી માખણ વેચતા વેપારી સાથે વાત કરી. શરૂઆતમાં તો આ વ્યક્તિ ન તો ભાવ જણાવી રહ્યો હતો, ન તો કોઈ માહિતી આપી રહ્યો હતો. પરંતુ, થોડો વિશ્વાસ કેળવ્યા બાદ તે વેપારીએ ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમને થોડી માહિતી આપી. સાંભળો નકલી માખણ બનાવતા આ વેપારી અને અમારા સંવાદદાતા વચ્ચે થયેલી વાતના કેટલાક અંશ…

રિપોર્ટર- કિલો શું ભાવે પડશે ?
અંસારી- 70 રૂપિયે જાય છે હમણા
અંસારી- મારું તો છૂટકનું કામ છે ભાઈ. મારું તો એક જ જગ્યાએ જાય છે
રિપોર્ટર- ક્યાં જાય છે તમારું ? તો હું ત્યાંથી લઈ લઈશ
અંસારી- બોમ્બે હોટેલ જાય છે.
અંસારી- ચંડોળા તળાવ
રિપોર્ટર- ત્યાં મને શું ભાવે મળશે ?
અંસારી- મળી જશે તમને ત્યાંથી. એ 10 રૂપિયા વધારે લે છે એક થેલીના
રિપોર્ટર- તો કેટલામાં મળશે મને ?
અંસારી- 80 રૂપિયા સુધીમાં આપી દેશે તમને
રિપોર્ટર- તમે નહીં આપી શકો ?
અંસારી- મારે જ ઓછું પડશે, એટલે કહું છું

રિપોર્ટર- જામ ક્યાં બને છે ? ક્યાંય મળશે મને સસ્તામાં ?
અંસારી- જામનું પણ થઈ જશે સેટિંગ. તમારું બધું જ કરાવી આપીશ
રિપોર્ટર- જામ ક્યાંથી મળશે ? ત્યાં બોમ્બે હોટલથી જ ? એ શું ભાવે આપશે ?
અંસારી- બરણી આવે છે, 5 કિલોની.
રિપોર્ટર- કેટલાની ?
અંસારી- લગભગ 350 થી 400 રૂપિયા સુધીમાં

રિપોર્ટર- આ એક કિલો આવશે ને? આમાં 40 નંગ ?
ખાલીદ- હાં 40 નંગ
રિપોર્ટર- 40 મસ્કાબન નીકળી જશે ને?
ખાલીદ- હાં 40 મસ્કાબન નીકળી જશે
રિપોર્ટર- તો કેટલામાં પડશે આ ? ફાઈનલ રેટ કહો
ખાલીદ- ફાઈનલ તો 90 થી ઓછો નહીં થાય
રિપોર્ટર- થોડું રિઝનેબલ કરો. મેં તો સાંભળ્યું છે કે તમારું જથ્થાબંધનું કામ છે.
ખાલીદ- ના..ના.. આનાથી વધારે જથ્થાબંધનું કામ નથી. આનાથી વધુ હોલસેલનું નથી કરતા
રિપોર્ટર- 80 રૂપિયા સુધી કરી દો ને !
રિપોર્ટર- અહીંથી જ મળશે રોજ માલ ?
ખાલીદ- ના.. હું તો બધી જગ્યાએ જઈને આપું છું.

રિપોર્ટર- જામ મળી જશે ?
ખાલીદ- બધું જ મળી જશે. તમારે જે જોઈશે તે બધું જ મળી જશે
ખાલીદ- તમે જે જગ્યાએથી લો છો, તેનાથી ઓછી કિંમતે મળી જશે
રિપોર્ટર- તમારો ભાવ તો બોલો
ખાલીદ- હું 350 માં આપી દઈશ
રિપોર્ટર- કેટલું 5 કિલો ?
ખાલીદ- 6 કિલો
રિપોર્ટર- હાલ પડ્યું છે ?
ખાલીદ- ના. એ તો ઓર્ડરથી આપે છે. તમારે જોઈશે તો મળી જશે. એ તો ઓર્ડરથી જ બનાવે છે
રિપોર્ટર- ચોકલેટ જામ 220 રૂપિયા ? 6 કિલોના ?
ખાલીદ- ના.. એ તો કિલોમાં આવે છે.

ગુજરાત ફર્સ્ટની લાઈવ રેઇડમાં (Gujarat First Live Raid) નકલી માખણ બનાવનારે કહ્યું કે, તે કેમિકલનો ઉપયોગ કરી આ માખણ બનાવે છે. તેણે કેમેરા સમક્ષ બે કાન પકડી માફી માગી હતી. પણ એકરાર કર્યો કે હાલ 90 ટકા નકલી ચીજો જ બજારમાં મળે છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ સ્થળ પર દોડ્યું હતું અને નકલી માખણના સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો – Rajiv Modi Case : અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ! બલ્ગેરિયન યુવતીએ Video બનાવી કહ્યું- પોલીસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો…

Whatsapp share
facebook twitter