+

Gondal Lions News: શિકારની શોધમાં જાહેર વિસ્તારમાં સિંહના આંટાફેરા માં થયો વધારો

Gondal Lions News: ગોંડલ પંથકમાં દીપડા (Leopard) બાદ સિંહ (Lions) પરિવારે ધામા નાખ્યા છે. ગોંડલ (Gondal) તાલુકાના સુલ્તાનપુર ગામે ગતરાત્રીના એક સાથે ત્રણ સિંહે (Lions) ધામા નાખ્યા હતા. સિંહ (Lions)…

Gondal Lions News: ગોંડલ પંથકમાં દીપડા (Leopard) બાદ સિંહ (Lions) પરિવારે ધામા નાખ્યા છે. ગોંડલ (Gondal) તાલુકાના સુલ્તાનપુર ગામે ગતરાત્રીના એક સાથે ત્રણ સિંહે (Lions) ધામા નાખ્યા હતા. સિંહ (Lions) ત્રિપુટીએ ધામા નાખ્યા હોવાનો વિડિઓ સોશયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • ગોંડલમાં સિંહોએ ધામા નાખ્યા

  • સિંહના ટોળાએ ગાયનો શિકાર કર્યો

  • ગોંડલ પંથક સિંહો માટે રહેઠાણ બન્યું

ગોંડલ તાલુકા (Gondal) ના સુલતાનપુર ગામે એકીસાથે ત્રણ સિંહ (Lions) પરિવાર દેખા દીધી હતી. ખજૂરી રોડ સીમ વિસ્તારમાં ચકુભાઈ સોનીની વાડીએ ગતરાત્રીના સિંહ (Lions) પરિવારે રખડતી ભટકતી ગાયનું મારણ કર્યું હતું અને વાડી વિસ્તારમાં એકસાથે ત્રણ સિંહો (Lions)ની લટાર મારતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા વાયરલ (Lions) થવા પામ્યો હતો. ગોંડલ પંથકમાં સિંહ (Lions) પરિવારે ધામા નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

સિંહના ટોળાએ ગાયનો શિકાર કર્યો

ગોંડલ પંથકમાં સીમ વિસ્તારમાં અવારનવાર સિંહ (Lions) અને દીપડા (Leopard) આવી ચડતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકા (Gondal) ના સુલ્તાનપુર ગામ પાસે આવેલ સીમ વિસ્તારમાં અમરેલી જિલ્લા માંથી ત્રણ સિંહ (Lions) નો પરિવાર આવી ચડ્યો હતો અને રખડતી (Lions) ભટકતી ગાયનું મારણ કર્યું હતું અને મારણનું મિજબાની માણી પરત અમરેલી (Lions) તરફ પાછા વળ્યા હતા.

આ પણ વાંચો: Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

ગોંડલ પંથક સિંહો માટે રહેઠાણ બન્યું

ત્યારે ગોંડલ પંથક સિંહો (Lions) નું રહેઠાણ બની રહ્યું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે સિંહો (Lions) ના આંટાફેરા વધુ જોવા મળ્યા છે. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઘટના સ્થળે પોહચ્યા હતા અને સ્થળ પર સિંહ (Lions) ના પંજાના નિશાન જોવા મળ્યા છે.અને સિંહ (Lions) પરિવારના સગળ મેળવવા અને તેમનું લોકેશન જાણવા ફોરેસ્ટ વિભાગે તજવીજ હાથ ધરી હતી.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: VADODARA : “નેતાઓને જેમ તેમ બોલવાની આદત પડી ગઈ છે”, રાહુલ ગાંધીના વિરોધમાં ક્ષત્રિયો

Whatsapp share
facebook twitter