+

Gondal : અજાણ્યા કારચાલકે અડફેટે લેતા બાઇકસવાર 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત

રાજકોટના (Rajkot) ગોંડલ (Gondal) તાલુકાના મોવિયા વચ્ચે વહેલી સવારે બાઇક ચાલક યુવાનને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને…

રાજકોટના (Rajkot) ગોંડલ (Gondal) તાલુકાના મોવિયા વચ્ચે વહેલી સવારે બાઇક ચાલક યુવાનને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકને અજાણ્યા કારચાલકે અડફેટે લીધો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગોંડલ (Gondal) તાલુકાના વાસાવડ (Vasavad) ખાતે રહેતા પાર્થ મહેશભાઈ ત્રિવેદી (ઉ.25) નિત્યક્રમ મુજબ બાઇક લઇ વાસાવડથી નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે 6 કલાકે મોવિયા ગોંડલ વચ્ચે રુપાવટી નજીકનાં નવા પુલ પર કોઈ અજાણ્યા કારચાલકે પૂરઝડપે આવી પાર્થની બાઇકને હડફેટે લેતા યુવક હવામાં ફંગોળાયો હતો. ફંગોળાયેલા પાર્થને માથામાં ગંભીર ઇજા પંહોચતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ત્યાં હાજર લોકોએ 108 ઈમરજન્સીને (108 emergency) જાણ કરી હતી.

મૃતક પાર્થ ત્રિવેદી

વાનની અણધારી વિદાયથી પરિવારમાં કલ્પાંત

108 એમ્બ્યુલન્સે મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખસેડ્યો હતો. મૃતદેહની આઇડેન્ટી કાર્ડનાં આધારે ઓળખ થતા વાસાવડનાં સરપંચ બકુલભાઇ જયસ્વાલને જાણ કરાતા તેમણે પાર્થના પરિવારને બનાવ અંગે જાણ કરી હતી. પિતા મહેશભાઈ સહિત પરિવાર ગોંડલ હોસ્પિટલ દોડી ગયો હતો. પાર્થ અપરિણીત હતો. બે ભાઇઓનાં પરિવારમાં મોટો હતો અને રાજકોટ નેશનલ હાઇવે (Rajkot National Highway) ભુણાવા પાસે આવેલી શક્તિમાન ફેકટરીમાં કામ કરતો હતો. પાર્થના પિતા મહેશભાઈ વાસાવડ માં કેબલ કનેક્શન ચલાવે છે અને સમસ્ત બ્રહ્મસમાજનાં અગ્રણી છે. પરિવારના આધાર સ્થંભ યુવાનની અણધારી વિદાયથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

 

આ પણ વાંચો – GONDAL : માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, બંને ફરી રિપીટ કરાયા

આ પણ વાંચો – Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન, 43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણને નવજીવન

આ પણ વાંચો – VADODARA : ખૌફ ઉભો કરનારા તત્વોએ પોલીસ મથકમાં હાથ જોડ્યા

Whatsapp share
facebook twitter