+

Raju Bapu controversy : ‘રાજુગીરી બાપુની જીભ કાપે તેને…’, કોંગ્રેસ નેતાના બફાટે વિવાદનો મધપૂડો છંછેડ્યો!

Raju Bapu controversy : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકામાં કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પછી કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી છે.…

Raju Bapu controversy : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકામાં કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પછી કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી છે. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ (Rajugiri Bapu) જાહેરમાં રડતા રડતા માફી માગી હતી. પરંતુ, તેમ છતાં સમાજ દ્વારા વિરોધ યથાવત છે. ત્યારે હવે રાજુગીરી બાપુના બફાટ બાદ કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાએ (CONGRESS LEADER) ભાન ભૂલી ‘રાજુગીરી બાપુની જીભ કાપે તેને 11 લાખનું ઈનામ’ એવા લખાણ સાથે વિવાદિત પોસ્ટ કરી છે.

કોંગ્રેસ નેતાએ કાયદો હાથમાં લેવાની જાહેરાત કરી!

કથાકાર રાજુગીરી બાપુના બફાટ (Raju Bapu controversy) બાદ હવે કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. માહિતી મુજબ, કોંગ્રેસ નેતા ભોપાજી ઉર્ફે અમૃત ઠાકોરે (Amrit Thakore) રાજુગીરી બાપુ સામે કાયદો હાથમાં લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, રાજુગીરી બાપુની જીભ કાપે તેને 11 લાખનું ઈનામ આપવામાં આવશે. કોંગ્રેસ નેતાની આ પોસ્ટ વાઇરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું જાહેર જીવનમાં રહીને પણ તમે આવી હરકત કરશો ? તમે જાહેર જીવનમાં છો કે પછી માફિયાગીરી કરો છો? જો વાંધો હોય તો કાયદાકીય પ્રક્રિયા કેમ હાથ નથી ધરતા ?

સમાજના લોકો નિવાસસ્થાને પહોંચતા કથાકારે માફી માગી

જણાવી દઈએ કે, ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકારના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ (KATHAKAR Rajugiri Bapu) જાહેરમાં રડતા રડતા માફી માગી હતી અને સમાજ મોટું મન રાખીને તેમની ભૂલને માફ કરે તેવી વિનંતી કરી હતી.

 

આ પણ વાંચો – Raju Bapu controversy : રાજુ બાપુએ રડતા રડતા માગી માફી, 5 વર્ષ કથા ન કરવા દેવા કોળી-ઠાકોર સમાજની માગ

આ પણ વાંચો – Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

આ પણ વાંચો – Dabhoi : કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ

Whatsapp share
facebook twitter