+

CID Crime :એજન્ટો મરફતો વિદેશ જતા સાચવજો, CID Crime કરી આ ખાસ અપીલ

CID Crime: વિદેશમાં કમાવવા ભણવા કે સ્થાઇ થવા ઇચ્છતા લોકો શહેરમાં બિલાડીના ટોપની જેમ ખુલેલા એજન્ટો પાસે પહોચી જતાં હોય છે. ત્યારે આવા એજન્ટો લોકો પાસે લાખો રુપિયા પડાવતા હોય…

CID Crime: વિદેશમાં કમાવવા ભણવા કે સ્થાઇ થવા ઇચ્છતા લોકો શહેરમાં બિલાડીના ટોપની જેમ ખુલેલા એજન્ટો પાસે પહોચી જતાં હોય છે. ત્યારે આવા એજન્ટો લોકો પાસે લાખો રુપિયા પડાવતા હોય છે અને વિઝા (visa)કે તેની કોઇ પ્રોસેસ પણ ઘણી વખત કરી આપતા નથી અને ઠગાઇ આચરતા હોય છે. તેવામાં CID Crime મે તાજેતરમાં રાજ્યમાં 17 જેટલા મોટા એજન્ટો(Agents)ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જેમાં 13 ગુનામાં 13 આરોપીની ધરપકડ કરાઇ હતી અને 14 કરોડની ઠગાઇ આચરાઇ હતી.

રાજ્યમાં 17 જગ્યા પર અલગ અલગ રેડો કરી હતી

રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખુલેલા બોગસ વિઝા અને વિદેશ મોકલતા એજન્ટો પર સીઆઇડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. 14 જેટલી જગ્યા પર CID Crime મે દરોડા પાડી અને દસ્તાવેજો કબ્જે કર્યા હતા. જેમાં પાસપોર્ટ અને વિઝા મેળવી વિદેશમાં નોકરી અને શિક્ષણના નામે ઠગાઇ કરનાર એજન્ટો બહાર આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમે રાજ્યમાં 17 જગ્યા પર અલગ અલગ રેડો કરી હતી. જેમાં 13 જેટલા ગુના નોધાયા હતા અને 13 ગુના નોધાયાલામાં 13 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાં 14 કરોડની ઠગાઇ એજન્ટો દ્વારા આચરાઇ હોવાનું બહાર આવ્યું હતું. સીઆઇડી ક્રાઇમને વિદેશ અંગે ચીટીંગ કરનારા 70 જેટલા એજન્ટો સામે અરજીઓ મળી છે.

એજન્ટો માટે સ્પેશિયલ એક્ટ બનાવવામાં આવ્યો

CID Crime મે ગુનો નોધી 14 કરોડમાંથી ફક્ત 60 લાખ જ પરત અપાવ્યા હતા. આમ રિકવરી કરવામાં સીઆઇડી ક્રાઇમ નિષ્ફળ ગઇ હોવાનું સ્પષ્ટ થાય છે. સરકાર તરફથી એજન્ટો માટે સ્પેશિયલ એક્ટ બનાવવામાં આવ્યો છે. આમ ધ ઇમીગ્રેશન એક્ટ 1983ની કલમ 9,10, 11, 12, 14 મુજબ એજન્ટોને પરવાનગી લેવાની હોય છે. ધી ઇમીગ્રેશન એક્ટની અલગ અલગ કલમો અને કાયદા હેઠળ કાયદેસરની પરવાગી સરકાર તરફથી આપવામાં આવે છે. આવી પરવાનગી આપવામાં આવી હોય તો જ એજન્ટો યોગ્ય હોવાનું માનવા પોલીસે અપીલ કરી છે. વિદેશ જવા ઇચ્છતા લોકો અને વિદ્યાર્થીઓ જે એજન્ટ પાસે કામ કરવાતા હોય તેમની પાસે પરવાનો ન હોય તો પોલીસન સંપર્ક કરવા અપીલ સીઆઇડી દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ -દીર્ધાયુ વ્યાસ -અમદાવાદ 

આ  પણ  વાંચો Mehsana court : રૂ.100 લાંચ 7 વર્ષ ચાલી ટ્રાયલ, મહેસાણા કોર્ટે ફટકારી 4 વર્ષની સજા

આ  પણ  વાંચો – AHMEDABAD : સોલા સિવિલમાં 10% દર્દી હિટ સ્ટ્રોકના, ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા

આ  પણ  વાંચો – તપાસના નામે તંત્રના નાટક! સરકારી કચેરીઓમાં જ નથી ફાયર સેફ્ટીના ઠેકાણા

Whatsapp share
facebook twitter