+

Aravalli: અરવલ્લીમાં ભાજપ નેતા પર થયો હુમલો, અસમાજિક તત્વો કાર પર પથ્થરમારો કરી ફરાર

Aravalli: ગુજરાતમાં આજે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મતદાન તો શાંતિપૂર્ણ રીતે થઈ ગયું પરંતુ આ દરમિયાન અનેક જગ્યાએ અણબનાવ થયાના સમાચારો પણ સામે આવ્યા…

Aravalli: ગુજરાતમાં આજે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મતદાન તો શાંતિપૂર્ણ રીતે થઈ ગયું પરંતુ આ દરમિયાન અનેક જગ્યાએ અણબનાવ થયાના સમાચારો પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીના મેઘરજ નગરમાં જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખની કાર પર પથ્થરમારો થયો હતો. જિલ્લાના પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

અસમાજિક તત્વોએ ભાજપ નેતા પર કર્યો હુમલો

મળતી વિગતો પ્રમાણે અસમાજિક તત્વોએ ભાજપ નેતા પર લાકડીઓથી હુમલો કરી ઘાયલ કર્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર અસમાજિક તત્વો કારના કાચ તોડીને ફરાર થઈ ગયા હતા. જોકે, મેઘરજ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહીના ભાગરૂપે તપાસ હાથ ધરી છે.

ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ રાજકરણ ગરમાયું

તમને જણાવી દઇએ કે, અરવલ્લી (Aravalli) સાથે જેતપુરમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ રાજકરણ ગરમાયું હતું. જેતપુરના રેશમડીગાલોલમાં ‘મતદાન શેમાં કરવાનું છે’ કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અસમાજિક તત્વોએ અશાંતિ ફેલાવાનું કામ કર્યુ

નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ કેટલાક મતદાન મથકો પર અસમાજિક તત્વોએ અશાંતિ ફેલાવાનું કામ કર્યુ હતું. જેતપુર અને અરવલ્લીમાં અવી અસમાજિક ઘટનાઓ ઘટી હતી. અરવલ્લીમાં ભાજપના જિલ્લા પ્રદેશ પ્રમુખ પર હુમલો થયો હતો તો, બીજીબાજુ જેતપુરમાં ભાજપના કાર્યકર્તા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા હતા.

 આ પણ વાંચો: JETPUR : ‘મતદાન શેમાં કરવાનું છે’ કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સનો છરીથી હુમલો

આ પણ વાંચો: Gujarat Lok Sabha Election 2024: રાજ્યમાં બે સરકારી અધિકારીઓએ જાહેરનામાનો કર્યો ભંગ

આ પણ વાંચો: Devgarh Baria: લોકસભાની ચૂંટણીમાં અનોખુ મતદાન, લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે કર્યું મતદાન

Whatsapp share
facebook twitter