+

અહો આશ્ચર્યમ! ગીરસોમનાથમાં આખલાએ સિંહણની હત્યા કરી નાખી

ગીર સોમનાથ : જે ક્યારે પ્રાકૃતિક ન હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. ક્યાંય ભર ઉનાળે વરસાદ અને બરફના કરા પડી રહ્યા છે તો ક્યાંય જંગલોમાં આગ લાગી રહી છે.…
ગીર સોમનાથ : જે ક્યારે પ્રાકૃતિક ન હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. ક્યાંય ભર ઉનાળે વરસાદ અને બરફના કરા પડી રહ્યા છે તો ક્યાંય જંગલોમાં આગ લાગી રહી છે. આવી ઘટનાઓ વચ્ચે વધારે એક અપ્રાકૃતિક ઘટના ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં એક આખલાએ સિંહણની હત્યા કરી નાખી છે. જેના કારણે વન વિભાગ પણ દોડતું થયું છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામમાં આ વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે.

ગીરગઢડામાં બની વિચિત્ર ઘટના

ગીરગઢડા તાલુકાના વડવીયાડા ગામ નજીકથી બે  થી ત્રણ વર્ષની સિહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે,  સિંહણ મૃત હાલતમાં મળી આવી છે. જેના પગલે વન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે આસપાસના પરિદ્રષ્ટની તપાસ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે સામે આવ્યું કે, ઘણખુટની હડફેટે સિંહણ ચડી હોય તેવું લાગી રહ્યું છે. ધણખુટમાં શિકાર કરવા માટે સિંહણ પહોંચી હશે. જો કે સિંહણની ઉંમર નાની હોવાથી તે ધણખુટની હડફેટે ચડી ગઇ હતી.

સિંહણના શરીર પર શિંગડાના નિશાન જોવા મળ્યા

સિંહણના શરીર પર ઇજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. જે પ્રાથિક રીતે શિંગડા અને ભેટુના હોય તેવું લાગી રહ્યું છે. જેથી વન વિભાગ અંદાજ લગાવી રહ્યું છે કે, ધણખુટ (આખલાઓનો સમુહ) જોઇને સિંહણ શિકાર કરવા માટે ગઇ હતી. જો કે તે ઉંમરમાં નાની હોવાના કારણે તે શક્તિશાળી આખલાનો સામનો નહીં કરી શકી હોય અને ગુસ્સે ભરાયેલા આખલાએ સિંહણને મારી નાખી હોવાનો અંદાજ વન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે હાલ તો વન વિભાગ પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ તો વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter