+

France railway: ઓલિમ્પિક્સ સેરેમની પહેલા ફ્રાંસની રેલવે પર પુનિતનના જાસૂસનો હુમલો!

France railway: Paris Olympics 2024 દરમિયાન પેરિસમાં રેલ નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે પેરિસમાં અનેક ટ્રેન મુસાફરી રદ કરવામાં આવી છે. ત્યારે Paris Olympics 2024 ના…

France railway: Paris Olympics 2024 દરમિયાન પેરિસમાં રેલ નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે પેરિસમાં અનેક ટ્રેન મુસાફરી રદ કરવામાં આવી છે. ત્યારે Paris Olympics 2024 ના ઉદ્ઘાટન સમારહોના અમુક કલાકો પહેલા ફ્રાંસના હાઈ સ્પીટ રેલ નેટવર્ક પર આગચંપી અને હુમલા કરવામાં આવ્યા છે. જેના કારણે દુનિયોના સૌથી મોટો ખેલ મહાકુંભની મેજબાની કરતા દેશમાં એક સૌથી મહત્વપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયું હતું.

  • હિંસા કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

  • અધિકારીઓએ સત્તાવાર રીતે નામ જાહેર કર્યું નથી

  • રશિયાને Paris Olympics 2024 માટે આમંત્રણ આપ્યું નથી

તો આ હુમલાને કારણે આશરે 80 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ફ્રાંસના સુરક્ષા અધિકારીઓએ આ ઘટનાને તોડફોટની ઘટના સાથે સરખાવ્યું છે. તો એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, આ હુમલાની પાછળ રશિયા હોઈ શકે છે. તે ઉપરાંત એક કથિત જાસૂસ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે સ્થાનિક લોકો સાથે મળીને ફ્રાંસના વિવિધ સ્થળો પર હિંસા કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ સત્તાવાર રીતે નામ જાહેર કર્યું નથી

ફ્રાંસમાં Paris Olympics 2024 ના ઉદ્ઘાટન સમારોહના થોડા કલાકો પહેલા સીન નદીના કિનારે કેટલાક મુખ્ય સ્થળોએ આગ ફાટી નીકળી હતી. જેના કારણે અંદાજે 8 લાખ મુસાફરોને અસર થતાં ટ્રેનોને રોકવી પડી હતી. રેલવે સ્ટેશનો પર ટ્રેનની રાહ જોતા મુસાફરોના ટોળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. ફ્રાન્સના અધિકારીઓએ પણ સત્તાવાર રીતે શંકાસ્પદનું નામ જાહેર કર્યું નથી.

રશિયાને Paris Olympics 2024 માટે આમંત્રણ આપ્યું નથી

આગચંપી દરમિયાન સ્ટેશનો પર તોડફોડ પણ કરવામાં આવી હતી. ફ્રેન્ચ સુરક્ષા અધિકારીઓ માની રહ્યા છે કે આ લક્ષ્યાંકિત હુમલાઓનું Paris Olympics 2024 સમારંભો સાથે જોડાણ છે. રેલવે અધિકારીઓએ મુસાફરોને આજે મુસાફરી ન કરવાની સલાહ આપી છે કારણ કે લંડન અને પેરિસ વચ્ચેની તેની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે રશિયાને Paris Olympics 2024 માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: Hollywood : ફેમસ સિંગર પર સેક્સ એડિક્ટ હોવાનો ગંભીર આરોપ

Whatsapp share
facebook twitter