+

વરુણ ધવનને ઇજા, ‘VD18’ના શૂટિંગ દરમિયાન બની ઘટના, સોશિયલ મીડિયા પર અભિનેતાએ કહી આ વાત

બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) તેના ડાન્સ અને અભિનય માટે જાણીતો છે. જો કે, વરૂણ ધવનને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. વરૂણ ધવનને પગમાં ઇજા થઈ છે. એક્ટરે…

બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) તેના ડાન્સ અને અભિનય માટે જાણીતો છે. જો કે, વરૂણ ધવનને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. વરૂણ ધવનને પગમાં ઇજા થઈ છે. એક્ટરે તેના સોશિયલ મીડિયા થકી તેના ફેન્સને આ અંગેની માહિતી આપી છે. વરૂણ ધવને જણાવ્યું કે, અપકમિંગ મૂવીના શૂટિંગ દરમિયાન તેને આ ઇજા થઈ હતી.

જણાવી દઈએ કે, વરૂણ ધવન હાલ તેની અપકમિંગ મૂવી VD18 ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક એક્શન મનોરંજક ફિલ્મ છે, જેને ‘જવાન’ના દિગ્દર્શક એટલી લાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એક સીન દરમિયાન વરૂણ ધવનનો પગ લોખંડના સળિયાથી અથડાયો અને તે ઘાયલ થયો.

એવી અપેક્ષા છે કે વરુણ ધવનની ‘VD18’ જલદી રિલીઝ થશે. જો કે, સમાચાર છે કે તે માર્ચ, 2024 સુધીમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી શકે છે. માહિતી અનુસાર, ‘VD18’ તમિલ ફિલ્મ ‘થેરી’ની રિમેક છે. આ સિવાય એવી ચર્ચા છે કે વરુણ ધવન ફરી એકવાર પિતા ડેવિડ ધવન સાથે કામ કરી શકે છે.

આ પણ વાંચો – PM મોદીનો સુરત પ્રવાસ: તો શું દક્ષિણ ગુજરાતની લોકસભાની આ બેઠકો BJP માટે પાક્કી!

Whatsapp share
facebook twitter