+

વખુ એકવાર Elon Musk એ Meta ના માલિકને MMA Fight માટે આપ્યો પડકાર!

Elon And Mark Fight: SpaceX અને Tesla ના માલિક Elon Musk એ ફરી એકવાર Meta ના માલિક અને CEO mark zuckerberg ને પડકાર આપ્યો છે. તાજેતરમાં એક પત્રકાર સામે Elon…

Elon And Mark Fight: SpaceX અને Tesla ના માલિક Elon Musk એ ફરી એકવાર Meta ના માલિક અને CEO mark zuckerberg ને પડકાર આપ્યો છે. તાજેતરમાં એક પત્રકાર સામે Elon Musk એ કહ્યું છે કે, ગમે ત્યાં, ગમે ત્યારે અને કોઈ પણ રીતે mark zuckerberg નો સામનો કરવા માટે હું તૈયાર છું. જોકે અનેક મહિનાઓ પહેલા એવી અટકળો સામે આવી હતી કે, Elon Musk અને mark zuckerberg એકબીજા સાથે mixed martial arts ની લડાઈ કરતા જોવા મળશે. પરંતુ સંજોગોવશાત આ બન્યું ન હતું.

  • ફરી દુનિયાની સામે Elon Musk એ ખુલ્લો પડકાર આપ્યો

  • MMA Fight માટે અભ્યાસ કરતા પણ જોવા મળ્યા હતાં

  • mark zuckerberg તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી

ત્યારે ફરી એકવાર જ્યારે Elon Musk US Capital ની યાત્રા દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ તરફથી કોંગ્રેસનું સંબોધન કરવા આવ્યા હતાં. ત્યારે Elon Musk એ ગત વર્ષે શરૂ થયેલી mark zuckerberg સાથે MMA લડાઈની ઘટનનો જવાબ આપ્યો હતો. અને આ જવાબ સાથે mark zuckerberg ને ફરી એકવાર દુનિયાની સામે Elon Musk એ ખુલ્લો પડકાર આપ્યો છે. તો Elon Musk એ વર્ષ 2023 ના ઓક્ટોમ્બર માસમાં પણ mark zuckerberg ને પડકાર આપ્યો હતો.

MMA Fight માટે અભ્યાસ કરતા પણ જોવા મળ્યા હતાં

તો આ લડાઈની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે વર્ષ 2023 ના એક Podcast Elon Musk એ mark zuckerberg સાથે Cage Fight કરવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે આ વતાનો તુરંત ઉત્તર આપતા mark zuckerberg એ તાત્કાલિક ધોરણે Instagram દ્વારા Elon Musk પાસે લડાઈ કરવા માટે સ્થળ નક્કી કરવાનું સૂચન કર્યું હતું. તો આ ઘટના બાદ mark zuckerberg એ MMA Fight માટે અભ્યાસ કરતા પણ જોવા મળ્યા હતાં.

mark zuckerberg તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી

આ પરથી લોકોને લાગ્યું હતું કે, ટૂંક સમયમાં તેઓ Elon Musk અને mark zuckerberg વચ્ચેની લડાઈ જોવા મળશે. પરંતુ આવું થઈ શક્યું નહીં. હવે આ બંને દિગ્ગજોના ચાહકોને ફરી એકવાર આશા છે કે ટૂંક સમયમાં તેઓ Elon Musk અને mark zuckerberg ને ફાઈટ રિંગમાં જોઈ શકશે. જોકે, અત્યાર સુધી Elon Musk ના આ નવા પડકાર પર mark zuckerberg તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો: હવે, મગજ પર કાબૂ મેળવી શકાશે, વૈજ્ઞાનિકોએ શોધી છે નવી પદ્ધતિ

Whatsapp share
facebook twitter