+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે પદ પ્રતિષ્ઠામાં થશે વધારો

આજનું પંચાંગ તારીખ :01 માર્ચ 2024 , શુક્રવાર તિથિ : મહા વદ છઠ નક્ષત્ર : સ્વાતી યોગ : ધૃવ કરણ : ગરજ રાશિ તુલા(ર,ત) શુભાશુભ મુહુર્ત રાહુકાળ : ૧૧:૨૪ થી…

આજનું પંચાંગ
તારીખ :01 માર્ચ 2024 , શુક્રવાર
તિથિ : મહા વદ છઠ
નક્ષત્ર : સ્વાતી
યોગ : ધૃવ
કરણ : ગરજ
રાશિ તુલા(ર,ત)

શુભાશુભ મુહુર્ત
રાહુકાળ : ૧૧:૨૪ થી ૧૨:૫૨ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૯ થી ૧૩:૧૫ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૯ થી ૧૫: ૩૬,
કુમાર યોગ ૧૨:૪૯ થી સુર્યોદય
રવિયોગ ૧૨:૪૯ થી પ્રારમ્ભ
છઠ વૃદ્ધિ તિથિ

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે.
પ્રણય સબંધો મા આજે ખુશીઓ આવશે.
કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ તમે ટીમ વર્ક દ્વારા સરળતાથી પૂર્ણ કરી શકશો.
પરિવારના કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને દુ:ખ થશે.
ઉપાય: આજે શ્રુંગાર ની વસ્તુઓ નુ દાન કરવુ
શુભરંગ : રાણી
શુભ મંત્ર : ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો .
તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત પર ધ્યાન આપવું પડશે,
નોકરી કરતા લોકો ના મહત્વપૂર્ણ કાર્યો મા પ્રગતિ જોવા મળે
તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળે
ઉપાય : લક્ષ્મીજીને ગુલાબ નુ પુષ્પ અર્પણ કરવુ
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ શ્રીં સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમારી કાર્યક્ષમતામાં વધારો વ્યવસાયમાં પ્રગતિ કરાવશે,
આજે ખર્ચ માટે બજેટ બનાવવુ તમારા માટે સારું રહેશે.
મિત્રોનો સહકાર અને સહયોગ મળશે.
આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ગુલાબ જળ નો ઘર મા છંટકાવ કરવો
શુભરંગ : આછો લીલો
શુભ મંત્ર : ૐ શ્રીં ધનલક્ષ્મ્યૈ નમઃ ||

કર્ક (ડ,હ)
આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવુ રહેશે.
વડીલોની વાત પર ધ્યાન આપવુ અને તેમની સલાહ લેવી.
તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું પડશે.
તમારા કામ અધૂરા રહેવાના કારણે તમારું મન પરેશાન રહેશે.
ઉપાય : આજે ગોળ અને ચણા નુ દાન કરવુ
શુભરંગ : રૂપેરી
શુભ મંત્ર : ૐ શ્રીં ગજલક્ષ્મ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે.
તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે.
જન કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે.
સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે.
ઉપાય : આજે ઘરે કપૂર પ્રજ્વલીત કરવુ
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ શ્રીં વિષ્ણુવલ્લભાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે.
નાણાની લેવડ દેવડ ના કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
તમારી ખોવાયેલી કિંમતી વસ્તુ તમને પાછી મળી શકે છે.
તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે.
ઉપાય : આજે શેરડીના રસ થી લક્ષ્મી પૂજન કરવુ
શુભરંગ : મોરપીંછ
શુભ મંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||

તુલા (ર,ત)
આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામ મેળવી શક્શો.
આજે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ.
કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે.
તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે.
ઉપાય : કુબેર યંત્રની પૂજા કરવી
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ યક્ષરાજાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી
આજે લાલચ નુક્સાન કરાવી શકે છે.
આજે તમારા જીવનસાથી પાસેથી મન ખુલ્લું કરવુ
આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે.
ઉપાય : આજે કંકુનુ દાન કરવુ
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ શ્રીં રૂપિણ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા કાર્યમાં ઝડપ આવશે.
વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરશો.
આજે તમારે તમારા કાર્યો બીજા કોઈ પર ન છોડવા જોઈએ,
નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
ઉપાય : આજે પંચામૃત નુ સેવન કરવુ
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ ભયહારીણી શ્રીયૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે પદ પ્રતિષ્ઠામાં વધારો થાય.
તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો
તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો.
પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે.
ઉપાય : લક્ષ્મીનારાયણ ની પૂજા કરવી
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ રાજરાજેશ્વર્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો છે.
બધાને સાથે રાખવાના પ્રયાસમાં તમે સફળ થશો.
આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશે.
તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : આશમાની
શુભ મંત્ર : ૐ શ્રીં વિશ્રવાપુત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે.
આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું
આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું જોઈએ,
ઉપાય : આજે મંદીરમા દાન પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીં વિત્તેશ્વરાય નમઃ ||

 

આ  પણ  વાંચો  _RASHIFAL : આ રાશિના જાતકોને આજે રોજગારના અવસરો થઇ શકે છે પ્રાપ્ત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter