+

Sensex Closing Bell: સતત ચોથા દિવસે Share Market માં રેકોર્ડ બ્રેક ઉછાળો, Sensex 80 હજારને પાર

Sensex Closing Bell: Share Market માં સતત ચોથા દિવસે પણ ઉછાળો નોંધાયો છે. આજરોજ Share Market માં રોકાણકારોને બહોળા પ્રમાણમાં નફો મળ્યો છે. Share Market માં શરુઆતની સાથે જ આજે…

Sensex Closing Bell: Share Market માં સતત ચોથા દિવસે પણ ઉછાળો નોંધાયો છે. આજરોજ Share Market માં રોકાણકારોને બહોળા પ્રમાણમાં નફો મળ્યો છે. Share Market માં શરુઆતની સાથે જ આજે પણ ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ ભારતીય રોકાણકારોની સંપતિમાં વધારો થઈને 1.95 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. તો BSE ના Small Cap અને Mid Cap Index માં 0.60% નો ઉછાળો જોવા મળ્યો હતો.

  • Nifty એ 24,401.00 ની સપાટી સુધી દેખાયો

  • Market Cap ની કિંમત વધીને 1.95 લાખ કરોડ સુધી

  • BSE ના કુલ 4021 Share કરોબાર કરતા દેખાયા હતાં

ત્યારે BSE Sensex માં 62.33 પોઈન્ટના વધારા સાથે 80,049.67 ની સપાટીએ બંધ થયો હતો. તો BSE Sensex એ કારોબાર દરમિયાન 80,392.64 ની સપાટી સુધી પણ જોવા મળ્યો હતો. તો Nifty માં 15.65 ના પોઈન્ટ સાથે 24,3002.15 ની સપાટીએ બંધ થયો હતો. તો કારોબાર દરમિયાન Nifty એ 24,401.00 ની સપાટી સુધી દેખાયો હતો. તો BSE ની યાદીમાં આવતા Share ની કિમંતમાં વધારો થઈને આશરે 447.38 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે. તો 3 જૂલાઈના રોજ આ આંકડો 445.43 લાખ કરોડ હતો.

Market Cap ની કિંમત વધીને 1.95 લાખ કરોડ સુધી

Sensex Closing Bell

Sensex Closing Bell

તે ઉપરાંત BSE Market Cap ની કિંમત વધીને 1.95 લાખ કરોડ સુધી પહોંચી છે. તો બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપતિ 1.95 લાખ કરોડ સુધી પહોંચી છે. તો BSE Sensex ના 30 માંથી 13 Share માં ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. તેમાં પણ HCL Tech કંપનીના Share માં સૌથી વધારે 2.69% નો વધારો આવ્યો હતો. ત્યાર બાદ ICICI Bank, Tata Motors, Sun Pharma અને Tata Consultancy Services ના Share માં વધારો જોવા મળ્યો હતો.

BSE ના કુલ 4021 Share કરોબાર કરતા દેખાયા હતાં

BSE Sensex ના 17 Share માં સૌથી વધારે ઘટાડો આવ્યો હતો. તેમાં HDFC Bank માં 2.36% નો સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત Bajaj Finance, L&T , Tech Mahindra અને UltraTech Cement ના Share માં ક્રમશ: 0.91% અને 1.97% નો ઘટાડો આવ્યો છે. તો BSE ના કુલ 4021 Share કરોબાર કરતા દેખાયા હતાં. તોમાં પણ 2185 Share માં વધારો સાથે બંધ થયા હતાં. તેમાં પણ BSE ના 1742 Share માં ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજારમાં તેજી યથાવત, નિફ્ટી 24,400 ને પાર

Whatsapp share
facebook twitter