+

Sarkari Naukri : સરકારી બેંકમાં નોકરી કરવા માટેની ઉત્તમ તક, આજે જ કરો એપ્લાય

Sarkari Naukri : બેંકમાં સરકારી નોકરી (Sarkari Naukri)મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારી તક છે. બેંક ઓફ બરોડાએ વેકેન્સી નિકાળી છે. આ ભરતી અંતર્ગત બેંક ઓફ બરોડા(Bank Of…

Sarkari Naukri : બેંકમાં સરકારી નોકરી (Sarkari Naukri)મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારી તક છે. બેંક ઓફ બરોડાએ વેકેન્સી નિકાળી છે. આ ભરતી અંતર્ગત બેંક ઓફ બરોડા(Bank Of Baroda)માં સુપરવાઇઝરની ઘણી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. ઇચ્છુક ઉમેદવારોની બેંકની ઓફિશિયલ વેબસાઇટ bankofbaroda.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. અહી6 અમે તમને આ વેકેન્સી સાથે જોડાયેલી તમામ જરૂરી ડિટેલ્સ આપવા જઇ રહ્યા છીએ.

 

અરજી કરવાની છેલ્લી તારીખ

જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 10 મે પહેલા અરજી કરી શકે છે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. અરજી પ્રક્રિયા પૂરી થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, એવામાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તાત્કાલિક તેમના ફોર્મ ભરી દે.

 

વય મર્યાદા

ઉમેદવાર જે પણ બેંક ઓફ બરોડામાં આ પદો પર અરજી કરવા માંગે છે. તેમની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઇએ, જ્યારે વધુમાં વધુ ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી કરવા માટે યોગ્યતા

બેંક ઓફ બરોડામાં સુપરવાઈઝરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા સ્નાતક હોવા જોઈએ. આ સંબંધમાં વધુ વિગતો જાણવા માટે, કૃપા કરીને અરજી કરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર ચેક કરી લો.

 

આટલી મળશે સેલરી

સત્તાવાર નોટિફિકેશનના અનુસાર આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને સેલરી તરીકે દર મહિને 25,000 રૂપિયા આપવામાં આવશે.

 

આ  પણ  વાંચો – Paytm ના COO એ આપ્યું રાજીનામું,જાણો કારણ

આ  પણ  વાંચો Upcoming IPO : આ સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના IPO

આ  પણ  વાંચો – Export duty on onion : ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય

Whatsapp share
facebook twitter