Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બૉલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પરથી 2 હજાર કરોડનો Drugs કેસ રદ કરાયો

11:34 PM Jul 26, 2024 | Aviraj Bagda

Mamta Kulkarni News: Bombay High Court એ અભિનેત્રી Mamta Kulkarni વિરુદ્ધ ચાલી રહેલા 2000 કરોડના Drugs તસ્કરીના કેસને બંધ કરી દીધો છે. ન્યાયાધીશ ભારતી ડાંગરે અને ન્યાયાધીશ મંજુષા દેશપાંડેની એક બેન્ચે આજરોજ Mamta Kulkarni ની વિરુદ્ધ યોગ્ય પુરાવાઓ ન હોવાને કારણે આ કેસને બંધ કર્યો છે. જોકે હાલ Mamta Kulkarni મોમ્બાસા કેન્યામાં રહે છે. તેણીએ હિન્દી ફિલ્મ જગતમાં આશરે 50 જેટલી ફિલ્મોમાં કાર કર્યું છે.

  • Mamta Kulkarni ના પતિ એક કથિત Drugs Lord

  • Mamta Kulkarni અને તેના પતિનું નામ સામે આવ્યું

  • તેમનું નામ ષડયંત્ર કરીને આ કેસમાં ફસાવવામાં આવ્યું છે

તો આ 2 હજાર રૂપિયાના Drugs તસ્કરીના કેસ Mamta Kulkarni ના પતિ વિક્કી ગોસ્વામી એક કથિત Drugs Lord તરીકે આરોપી માનવામાં આવ્યા હતાં. કારણ કે… વિક્કી ગોસ્વામી પર એફેડ્રિન નામના પદાર્થના ઉત્પાદન અને ખરીદી પાછળ માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ એફેડ્રિનને નિયંત્રિત પદાર્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

Mamta Kulkarni અને તેના પતિનું નામ સામે આવ્યું

12 એપ્રિલ 2016 ના રોજ થાણેમાં પોલીસે બે કારની અટકાયત કરી હતી. તો કારમાં મુસાફરો સાથે એફેડ્રિન મળી આવ્યું હતું. ત્યારે આ કેસમાં આગળ તપાસ કરતા Mamta Kulkarni અને તેના પતિ વિક્કી ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું. ત્યારે Mamta Kulkarni સહિત અન્ય સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. એવું સામે આવ્યું હતું કે, વિક્કી ગોસ્વામી કેન્યામાં ડ્રગ્સ સપ્લાઈ કરતા વ્યક્તિ સાથે તે રાત્રે મુલાકાત કરી હતી. અને કેન્યામાંથી ભારતમાં એફેડ્રિન ડ્રગ્સ સપ્લાઈ કરવામાં આવતું હતું.

તેમનું નામ ષડયંત્ર કરીને આ કેસમાં ફસાવવામાં આવ્યું છે

પરંતુ આજરોજ Bombay High Court માં સુનાવણી દરમિયાન Mamta Kulkarni વિરુદ્ધ કોઈ સબૂત નહીં હોવાને કારણે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. વકીલ માધવ થોરાટ દ્વારા દાખલ કરાયેલી Mamta Kulkarni ની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની સામેના આરોપો સંપૂર્ણપણે સહ-આરોપીઓના નિવેદનો પર આધારિત છે. તેમનું નામ ષડયંત્ર કરીને આ કેસમાં ફસાવવામાં આવ્યું છે. તેમના વિરુદ્ધ આજદીન સુધી કોઈ યોગ્ય પુરાવાઓ મળી આવ્યા નથી.

આ પણ વાંચો: Kargil War-બૉલીવુડ કલાકારોનું કારગિલ યુદ્ધ સાથે જોડાણ