+

Ahmedabad : ભોજનમાંથી નીકળી જીવાતની ઘટનાઓ બાદ ફૂડ વેપારીઓમાં જાગૃતિ માટે તાલીમ કાર્યક્રમ

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં કેટલીક હોટેલ, રેસ્ટોરન્ટનાં ખાણીપીણીમાંથી વંદા, મચ્છર, માખી, ગરોળી જેવા જીવજંતુઓ મળી આવ્યાની ઘટનાઓ બની છે. ત્યારે આ મામલે વેપારીઓમાં જાગૃતિ માટે અને ગ્રાહકોને ગુણવત્તાસભર ખાણીપીણીની વસ્તુઓ…

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં કેટલીક હોટેલ, રેસ્ટોરન્ટનાં ખાણીપીણીમાંથી વંદા, મચ્છર, માખી, ગરોળી જેવા જીવજંતુઓ મળી આવ્યાની ઘટનાઓ બની છે. ત્યારે આ મામલે વેપારીઓમાં જાગૃતિ માટે અને ગ્રાહકોને ગુણવત્તાસભર ખાણીપીણીની વસ્તુઓ મળે તે માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું (Training Program) આયોજન અમદાવાદ (Ahmedbad) ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં (Seminar) વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી, જેમાં રેસ્ટોરેન્ટ કેટરર્સ અને ફૂડ એન્ટરપ્રેન્યોરને ફૂડમાં બેદરકારીથી જીવ-જંતુઓનાં બચાવ માટે ટ્રેનિંગ ફૂડ એન્ટરપ્રેન્યોરે ફૂડ (Food Entrepreneurs) બનાવવાનું તથા પીરસવાનું, હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, સમય પ્રમાણે પેસ્ટીસાઇઝ કરાવવા ઉપરાંત ગ્રાહકોનાં હિત અને સ્વાસ્થ્યને સર્વોપરી રાખવો અંગે તાલીમ અપાઈ હતી. ઉપરાંત, ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓએ સમય સમય પર પોતાના કર્મચારીઓના આરોગ્યની તપાસ પણ કરાવવી અને કેપ, એપ્રોન, હેન્ડગ્લોઝ ફરજિયાત પહેરાવવા જોઈએ. કારીગરોએ પણ પોતાના સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચેપી રોગ કે અન્ય રોગથી પીડાતા કર્મચારીને કામ સોંપવું ન જોઈએ.

ગુજરાતભરમાંથી અગ્રણી ફૂડ એન્ટરપ્રેન્યોર, વેપારીઓ, કેટરર્સ, ફાસ્ટ ફૂડના વેપારીઓ ઉપસ્થિત રહ્યા

પોતાના ત્યાં રસોઈ અથવા ખાઘ સામગ્રી બનાવવા માટે તથા પીવા માટે ઉપયોગમાં લેવાતા પાણીનું સમય-સમય પર પરીક્ષણ કરાવવું જોઈએ. સરકારી ધારાધોરણ મુજબ શુદ્ધ કરેલું હોવું જોઈએ તે સિવાયનું બિનઆરોગ્યપ્રદ પાણી વાપરવું જોઈએ નહીં. દરેકે ફૂડનાં બિઝનેસ કરવા માટે લાઇસન્સ અવશ્ય લેવું જોઈએ. હલકી કક્ષાનાં રો-મટિરિયલ નહીં ખરીદવું જોઈએ અને જે પણ ખરીદી કરીએ તેનો બિલ અવશ્ય રાખવો જોઈએ. પોતાના ત્યાં વપરાતા મટિરિયલ જેમ કે ઘી, તેલ, ચીઝ, ટેબલ માર્ગારિનનો ઉલ્લેખ સ્પષ્ટ ગ્રાહકોને દેખાય ત્યાં બોર્ડ અવશ્ય લખવું જોઈએ, જેમ કે તમારા ત્યાં પામોલીનતેલ વપરાતું હોય તો તે લખવું ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટના (Restaurants) કિચનમાં અન્ય રાંધવાનાં અને પીરસવાનાં સ્થળે CCTV કેમેરા અવશ્ય લગાવવા તેમ જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ (Ahmedbad) આજે આહારનાં ચેરમેન નરેન્દ્રસિંહ પુરોહિતના પ્રયાસોથી ફૂડ એન્ટરપ્રેન્યોર માટે ટ્રેનિંગ પ્રોગ્રામ (Training Program for Food Entrepreneurs) રાખવામાં આવેલ હતો, જેમાં ગુજરાતભર માંથી અગ્રણી ફૂડ એન્ટરપ્રેન્યોર, વેપારીઓ, રેસ્ટોરન્ટ, હોટલ, કેટરર્સ, મીઠાઈ, ડેરી ફાસ્ટ ફૂડના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વેપારીઓને ચોમાસામાં તથા આવનારા તહેવારની સિઝનમાં સાવચેતી રાખવા અંગે પણ ગાઈડલાઈન અપાઈ હત. મોટી સંખ્યામાં આવેલા ખાણીપીણીના વેપારીઓનું સિંધુભવન રોડ સ્થિત બેંકેવેટ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ એ પ્રતિજ્ઞા લીધી હતી કે લોકોની સુખાકારી માટે અમે સૌ આરોગ્યપ્રદ, ઉત્તમ, પૌષ્ટિક, તાજો, હાયેજેનિક ફૂડ લોકોને પીરસશું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

 

આ પણ વાંચો – Panchmahal : જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ધરખમ વધારો! રોગચાળો અંકુશમાં લેવા પુણેની ટીમનાં ધામા

આ પણ વાંચો – Justice : સુરત અને કલોલમાં દુષ્કર્મનાં કુલ 4 નરાધમોને કોર્ટે ફટકારી દાખલારૂપ સજા

આ પણ વાંચો – Gir Somnath : લો બોલો…ગુજરાત પોલીસ ઉંઘતી રહી! અને કંટાળેલા કલેક્ટરે દરોડો પાડીને દારૂ પકડ્યો

Whatsapp share
facebook twitter