+

Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા, ઓપન સર્જરીનો દર ઘટવાની સંભાવના!

અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલ 3D લેપ્રોસ્કોપિક સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી (3D laparoscopic Surgery) માટે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે.…

અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલ 3D લેપ્રોસ્કોપિક સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી (3D laparoscopic Surgery) માટે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે. સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) યુરોલોજી વિભાગ હેઠળ વર્ષ 2002 થી અત્યાર સુધીમાં 2130 કરતા વધું 2D લેપ્રોસ્કોપિક સર્જરીઓ કરવામાં આવી છે.

આધુનિક તબીબી વિજ્ઞાનનાં સમયમાં સર્જરી કરવામાં 3D લેપ્રોસ્કોપિકની મોટી ભૂમિકા છે. જટિલ શસ્ત્રક્રિયાનાં કેસોમાં, 3D લેપ્રોસ્કોપિક શરીરના અંદરનાં અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રિપારિમાણિક વિઝન આપે છે. જે પ્રોસ્ટેટ, મૂત્રાશયનાં કેન્સર, કિડની કેન્સર વગેરેના ઓપેરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે. આ ઉત્તમ ત્રિપારિમાનિક વિઝન નાજૂક પ્રોસીઝરો માટે જરૂરી સચોટ ચીરફાડ અને ટાંકા લેવાંમાં મદદ કરે છે. વિવિધ ગાંઠની સર્જરીમાં ચોકસાઈ સુધારે છે અને સર્જરી દરમિયાન લોહી ઓછું વહે છે.

3D લેપ્રોસ્કોપિકનાં કારણે ઓપન સર્જરીનો દર ઘટાડી શકાય છે અને ઓછામાં ઓછી કાપ કૂપથી જટિલ સર્જરી કરી સર્જિકલ પરિણામોમાં સુધારો કરી શકાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 3D લેપ્રોસ્કોપિ સિસ્ટમની સુવિધા કાર્યરત કરાવી છે. એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર દીક્ષિત (Dr. Raghavendra Dixit), સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી સહિતના તબીબોના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના યૂરોલોજી વિભાગ (Department of Urology) દ્વારા રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી (પ્રોસ્ટેટ કેન્સર), રેડિકલ સિસ્ટેક્ટોમી (મૂત્રાશયનું કેન્સર), કોમ્પ્લેક્સ આંશિક નેફ્રેક્ટોમી, આંશિક સિસ્ટેક્ટોમી, રેડિકલ નેફ્રેક્ટોમી (કિડની કેન્સર), પાયલોપ્લાસ્ટી, વેસિકોવેજિનલ ફિસ્ટયૂલા, વગેરે જેવી 2100 થી વધુ લેપ્રોસ્કોપિક સર્જરીઓ કરવામાં આવી છે.

ડો. રાકેશ જોષીએ (Dr.Rakesh Joshi) જણાવ્યું હતું કે, 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલનાં તમામ સર્જિકલ વિભાગો જેવા કે પીડિયાટ્રિક સર્જરી, ગાયનેકોલોજી, જનરલ સર્જરી વગેરે દ્વારા ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ્ ડોક્ટરોને સર્જીકલ તાલીમમાં પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. જે તાલીમાર્થીઓને વધુ સચોટ અને ઊંડાણપૂર્વક શીખવાનો અનુભવ પ્રદાન કરશે જે દર્દીઓ અને સર્જીકલ ડોકટરોની ટીમ બંને માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

 

આ પણ વાંચો – Bharuch : ભારતી પેટ્રોલ પંપ પર ચપ્પુની અણીએ ધીંગાણું, કર્મચારી પર જીવલેણ હુમલો!

આ પણ વાંચો – CM Gujarat-રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી કટોકટી માટે સક્રિય

આ પણ વાંચો – Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર

Whatsapp share
facebook twitter