+

ક્યારેય રાવણના મંદિરનાં દર્શન કર્યાં છે? 

ક્યારેય રાવણના મંદિરનાં દર્શન કર્યાં છે?  દેશભરમાં ભગવાન રામના અનેક મંદિરો છે. રામજી મંદિરના દર્શને તો આપણે નિયમિત જઈએ છીએ.ક્યારેય રાવણના મંદિરની મુલાકાત લીધી છે? હા, ઈન્દોરમાં રાવણનું મંદિર છે.જ્યાં…

ક્યારેય રાવણના મંદિરનાં દર્શન કર્યાં છે? 

દેશભરમાં ભગવાન રામના અનેક મંદિરો છે. રામજી મંદિરના દર્શને તો આપણે નિયમિત જઈએ છીએ.ક્યારેય રાવણના મંદિરની મુલાકાત લીધી છે?
હા, ઈન્દોરમાં રાવણનું મંદિર છે.જ્યાં રાવણને સસન્માન પ્રતિષ્ઠિત કરાયા છે. આ મંદિરમાં બીજા મંદિરોની જેમ જ પૂજા અર્ચન નિયમિત થાય છે.
સવાર-સાંજ રાવણની આરતી અને પૂજા કરવામાં આવે છે.

ઈંદોરના પરદેશીપુરા વિસ્તારમાં મહેશ ગૌહરે રાવણનું આ મંદિર બનાવ્યું છે. મહેશ ગૌહર રાવણના પરમ ભક્ત છે. એટલું જ નહીં તેનો આખો પરિવાર રાવણનો ભક્ત છે.

રાવણનું મંદિર કેમ?

રાવણ ભક્ત અને મંદિરના સ્થાપક મહેશે કહ્યું કે રાવણ પ્રત્યે તેમની ભક્તિ એટલી સરળ ન હતી. રાવણનું મંદિર બનાવતી વખતે અનેક અવરોધો આવ્યા હતા.મહેશને તેની પત્ની સાથે એ વાતને લઈને મતભેદ હતો..વિસ્તારના રહેવાસીઓ પણ એ વાતનો વિરોધ કરી રહ્યા
હતા. રાવણનું મંદિર કોઈ બનાવે તો એનો કોઈ પણ રામભક્ત વિરોધ કરે જ પણ મહેશ ગૌહર મક્કમ હતા કે આ વિસ્તારમાં ભગવાન રામની જગ્યાએ રાવણનું મંદિર બનાવવામાં આવે.
1965માં રાવણનું મંદિર બનાવવાનો મહેશ ગૌહરે નક્કી કર્યું.
મહેશ ગૌહરે વધુમાં જણાવ્યું કે, આ ઘટના વર્ષ 1965માં બની હતી, જ્યારે મહેશ તેના મામાના લગ્નની સરઘસમાં હાજરી આપવા માટે મંદસૌર ગયો હતો.લગ્ન પૂર્ણ થયા બાદ વર-કન્યા રાવણની મૂર્તિના આશીર્વાદ લેવા ગયા હતા. જ્યાં તેઓએ રાવણની મૂર્તિના પગમાં
વીંટી પણ બાંધી હતી. મંદસૌરમાં આ પ્રથા સામાન્ય છે. મહેશ ગૌહરના મનમાં જિજ્ઞાસા જાગી એટલે એમણે ગામના લોકોને પૂછ્યું કે તેઓ રાવણની પૂજા કેમ કરે છે? તો ત્યાંના લોકોએ કહ્યું કે રાવણ તેમનો જમાઈ છે. રાવણની પત્ની મંદોદરી મંદસૌરની હતી.
તેથી દરેક નવા યુગલ રાવણના આશીર્વાદ લે છે. તેમણે એમ પણ જણાવ્યું કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત છે. જેમને બધા ભગવાન શિવનો અવતાર માને છે. આ જાણીને મહેશ ગૌહર ખૂબ જ પ્રભાવિત થયા”.હું પહેલેથી જ ભગવાન શિવનો ભક્ત હતો.
તેથી જ મેં રાવણનું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો.” મહેશ ગૌહર માને છે કે રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાવણ અત્યંત વિદ્વાન હતો.જ્યારે પરિવારના બાળકો પરીક્ષા આપવા જાય છે ત્યારે તેઓ ઘરે બનાવેલા રાવણના મંદિરમાં આશીર્વાદ લે છે.
આ ક્રમ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો છે.મંદિરમાં રાવણના 10 મસ્તક પર નાગદેવતાની કુંડળી ફેલાયેલી છે.પૂરી ભક્તિ સાથે રાવણની પૂજા કરવામાં આવે છે.
2010માં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું અને ધામધુમથી એની પ્રતિષ્ઠા પણ થઇ.

Whatsapp share
facebook twitter