Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓછા મતદાનથી પક્ષ-વિપક્ષ તમામ પરેશાન, ઓછા મતદાનનો શું થાય છે અર્થ જાણો નિષ્ણાંતો પાસે

05:55 PM Apr 20, 2024 | KRUTARTH JOSHI

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાતાઓએ ગત્ત વખતની તુલનામાં ઓછો ઉત્સાહથી રાજનીતિક દળોમાં ચિંતન મંથનનો દોર શરૂ કરી દીધો છે. સત્તારુઢ ભાજપ આગળના તબક્કાની તૈયારીઓમાં વધારે જોશથી લાગી ચુકી છે. આગામી ચરણોમાં પાર્ટીનો પ્રયાસ મહત્તમ મતદાન કરાવવાની રહેશે જેથી મોટા લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. આ સાથે જ આ તબક્કાની ચૂંટણીમાં ઉતરેલા પાર્ટીના પ્રમુખ નેતા હવે બાકી દેશમાં પ્રચાર અને પ્રબંધનું કામ સંભાળશે.

7 તબક્કાના સૌથી મોટા તબક્કામાં નિરસ રહ્યું મતદાન

સાત તબક્કાની લોકસભા ચૂંટણીનો પ્રથમ અને સૌથી મોટો 102 સીટોનું પહેલું ચરણ શુક્રવારે પુર્ણ થઇ ચુક્યું છે. ચૂંટણી પંચે શરૂઆતી આકલન અનુસાર 60 ટકા કરતા વધારે મતદાન થયું જ્યારે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા તબક્કામાં 69.43 ટકા મત પડ્યા હતા. આ વખતે પહેલા તબક્કાના સંપુર્ણ આંકડા સ્પષ્ટ થઇ ગયા બાદ 60 ટકાની આસપાસ રહેશે. જો કે ગત્ત લોકસભા ચૂંટણી પહેલા તબક્કા કરતા ઓછુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત્ત ચૂંટણીના પહેલા તબક્કામાં 91 સીટો પર મતદાન થયું હતું, જ્યારે આ વખતે 102 સીટો પર.

મતદાનના આંકડાઓના આધારે રણનીતિ નક્કી થશે

ભાજપ સુત્રોનું કહેવું છે કે, દરેક ક્ષેત્રમાં મતદાનના સંપુર્ણ આંકડા આવ્યા બાદ પાર્ટી આ અંગે મંથન કરશે અને આગળની રણનીતિ નિશ્ચિત કરશે. જેના આધારે પાર્ટીનું પ્રચાર અભિયાન વધારે સધન થશે અને નેતાઓની મુલાકાત પણ આગળ વધશે. સાથે જ પહેલા તબક્કામાં જે પ્રમુખ નેતાઓની ચૂંટણી છે તેઓ પોતે આ ક્ષેત્ર પર વધારે ફોકસ કરશે.

સુત્રો અનુસાર મતદાનના તુરંત બાદ રાજનીતિક દળ તેના નફા નુકસાનની ગણત્રીમાં પડ્યા છે. ભાજપ માટે આ તેની ગણત્રી કરતા ઓછું મતદાન છે. જો કે પાર્ટીનું એવું પણ માનવું છે કે, જ્યારે તુલનાત્મક ઓછું મતદાન થાય છે તો સત્તારૂઢ દળના પક્ષમાં હોય છે કારણ કે વધારે મતદાન તે સરકાર વિરુદ્ધનો આક્રોશ પણ હોઇ શકે છે. તેના એજન્ડા વધારે મજબુત કરવા માટેનું પણ હોઇ શકે છે.

વિપક્ષે ઉદાસીનતાને જણાવ્યું કારણ

બીજી તરફ વિપક્ષી દળોનું માનવું છે કે, આ સરકાર પ્રત્યે ઉદાસીનતા અંગે પણ હોઇ શકે છે. ભાજપ અને તેની સરકારના મોટા દાવા અને હકીકત અંગે પણ લોકોમાં નારાજગી તેની સામે આવી શકે છે. જો કે તમામનો અંદાજ છે કે, આગામી તબક્કામાં મતદાનને વધારવા માટે પોતાના કાર્યકર્તાઓ અને વધારે સક્રિય કરશે અને જનતાથી વધારેમાં વધારે મતદાન માટે અપીલ પણ કરશે.

આ પણ વાંચો : Cheap Flight: માત્ર 150 રૂપિયામાં પ્લેનમાં બેસવાનું સપનું કરો પૂર્ણ, 22 રૂટ પર સૌથી સસ્તુ ભાડું

આ પણ વાંચો : Petrol Diesel Price: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ થયં સસ્તું, લોકસભા પહેલા લોકોને સામાન્ય રાહત

આ પણ વાંચો : CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા