Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈમરાન ખાનની પાર્ટીના તમામ સાંસદોએ આપ્યા રાજીનામાં, ડેપ્યુટી સ્પીકરે પણ પદ છોડ્યું

05:04 AM Apr 29, 2023 | Vipul Pandya

પાકિસ્તાનમાં
રાજકીય ડામાડોળ બંધ થવાનું નામ નથી લઈ રહી. આજે પાકિસ્તાનના રાજકારણમાં ફરી ગરમાવો
આવ્યો છે. આજે પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈને નિર્ણય કરવામાં આવશે. પરંતુ ઈમરાન
ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈંસાફ એટલે કે પીટીઆઈએ આ નવા વડાપ્રધાનની ચૂંટણીને
લઈને વિરોધ કર્યો છે. નવાઈની વાત એ છે કે પીટીઆઈના તમામ સાંસદોએ નેશનલ
એસેમ્બલીમાંથી રાજીનામા આપી દીધા છે. પ્રધાનમંત્રી ચુંટણી પછી રાત્રે 8 વાગ્યે
શપથગ્રહણ સમારોહ યોજાશે.

javascript:nicTemp();

મુસ્લિમ
લીગ નવાઝના નેતા શાહબાજ શરિફનું નવા વડાપ્રધાન બનવું લગભગ નક્કી માનવામાં આવી
રહ્યું છે.
આ પહેલા ઈમરાન ખાનના સહયોગી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન
તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સાંસદ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે અને સ્વતંત્રતા
માટે લડશે. ઈમરાન ખાન સહિત પીટીઆઈના સભ્યોએ સામૂહિક રાજીનામું આપવાનો અને પીએમ
ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાને કહ્યું
, ‘અમે કોઈ પણ સંજોગોમાં ચોરો
સાથે બેસીશું નહીં. વડાપ્રધાનની પસંદગી માટે સોમવારે પાકિસ્તાનની નેશનલ
એસેમ્બલીનું સત્ર બોલાવવામાં આવ્યું છે.