Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના તમામ સીએનજી પંપ ગુરુવારે રહેશે બંધ, જાણો આ છે કારણ

08:00 PM Apr 28, 2023 | Vipul Pandya

પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે લોકો પોતાના વાહનોમાં CNG કીટ ફિટ કરી અને ચલાવી રહ્યા છે અને હવે તો નવી કાર માં પણ કંપની CNG વેરિયન્ટ આપી રહ્યા છે ત્યારે હવે રસ્તા પર CNG વાહનો વધુ પ્રમાણમાં જોવા મળે છે. રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ જોવા મળ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની ચીમકી આપી છે. રાજ્યના 1200 સીએનજી પંપ પર ગુરુવારે સીએનજીનુ વેચાણ બંધ રહેશે. 17 ફેબ્રુઆરીએ તમામ CNG પંપ બંધ રહેશે. રાજ્યના તમામ પેટ્રોલપંપ બપોરે 1થી 3 વાગ્યા સુધી બંધ રહેશે.સમગ્ર ગુજરાતના 1200 CNG પંપ બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. માર્જીનનો પ્રશ્ન 3 વર્ષથી પેન્ડિંગ હોવાની વિગત સામે આવી છે.
બપોરના 1 થી 3 કલાક એમ બે કલાક સુધી વેચાણ બંધ રહેશે. CNG ગેસમાં ડિલર માર્જીન વધારવાનું નક્કી કર્યાના ૩૦ મહિના બાદ ન વધારાતા નિર્ણય  કરવામાં આવ્યો છે . તમામ ત્રણેય કંપનીઓ સામે ડિલરોનું વિરોધ પ્રદર્શન યોજાશે. બે કલાક વેચાણ બંધ રાખીને કંપની સામે વિરોધ કરશે.
આ અંગે  CNG ડીલરે જણાવ્યું કે, માર્જિન વર્ષ 2019માં વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે 30 મહિના થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી માટે ના છૂટકે અમારે અભિયાન કરવાનું નક્કી કરવું પડ્યું છે, અમારા ગ્રાહકોને તકલીફ પડશે  તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.