Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જેણે રાષ્ટ્ર વિરોધમાં કામ કર્યુ તે અસામાજિક તત્ત્વોને જેલ હવાલે કરવામાં આવ્યા- હાર્દિક પટેલ

02:48 AM Apr 23, 2023 | Vipul Pandya

હાર્દિક પટેલના બીજેપીમાં પ્રવેશ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યાની ગણતરીની મિનિટોમાં જ હાર્દિકના સૂર બદલાયેલાં જોવાં મળ્યાં.અનામત આંદોલન વખતે સમગ્ર શહેર ભડકે બળ્યુ હતું. આ મુદ્દે વાત કરતાં હાર્દિકે કહ્યું કે તે સમયે જેણે આ રાષ્ટ્ર વિરોધમાં કામ કર્યુ તે તમામ અસમાજિક તત્ત્વોને જેલ હવાલે કરવામાં આવ્યાં હતા. હવે હાર્દિકના આ નિવેદન  મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ ઘટના સમયે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના કારણે  રાજ્યમાં ઘણી અઘટિત ઘટનાઓ સર્જાઇ હતી. રાજ્યની કરોડોની સરકારી અને જાહેર પ્રોપર્ટીને નુકશાન થયું હતું. આ આંદોલનમાં 14 પાટીદારોના મોત પણ થયાં હતાં. અને આજે હાર્દિક પોતાના જ સમાજના લોકોને અસામાજિક તત્ત્વો કહ્યાં છે. આ મુદ્દે તે સમયની રાજકીય ચળવળના નેતા અને પાસ લીડર અલ્પેશ કથીરિયાએ પણ વિરોધ વ્યક્ત કરીને હાર્દિકે પાટીદાર સમાજની માફી માંગવી જોઇએ તેવું કહ્યું છે. 
જ્યારે મારો ભાજપ સાથે ઘણો જૂનો સંબંધ છે.મારા પિતાજી આંનદી બહેન માટે કામ કરતાં હતાં. આજે રાષ્ટ્રના હિત માટે મોદીજી અને પાટીલજી કામ કરે છે. આ કામમાં હું રામની ખિસકોલી બની કામ કરીશ. પક્ષનો સામાન્ય કાર્યકર બની કામ કરીશ. હાર્દિકે આનંદીબેન પટેલ કે જેમની સત્તાનો હાર્દિકે ઉગ્ર વિરોધ કર્યો હતો તેમના નામનો કર્યો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને હું પ્રેમથી ફોઇ કહું છું. મારો વિરોધ માત્ર અનામત મટે હતો .આનંદીબેન જ્યારે ચૂંટણી લડતા ત્યારે મારા પિતા તેમના પ્રચારમાં જોડાતાં હતાં મે ઘરવાપસી કરી નથી પણ અમે ઘરમાં જ હતા. 
ભાજપમાં પ્રવેશ કર્યા બાદ હાર્દિકે માત્ર મિડિયા સાથેની વાતચીત કરી હતી તેણે કહ્યું કે, 2015માં સમાજ હિતની ભાવના સાથે અનામત આંદોલનની શરૂઆત કરી જેમાં અનેક ચઢાવ ઉતાર જોયાં અમારા આંદોલન સામે ઝૂકીને સરકારે આર્શિક અનામત આપી તેનો મને સંતોષ છે. માનનીય વડાપ્રધાન મોદીજીએ ઠરાવ કરી આર્થિક અનામત આપી બિન અનામત વર્ગે કોંગ્રેસમાં રહીને જનતાની ભાવના વિરુદ્ધના અનુભવ કર્યા છે. સાથે જ પત્રકારના અનામત આંદોલન મુદ્દે હાર્દિકે કહ્યું કે હું થોડો સળગાવવા ગયો હતો. 
બોલતા પહેલા હાર્દિકે થોડી શરમ તો કરવી હતી : રેશમા પટેલ

હાર્દિક પટેલના આ નિવેદન પર રેશમા પટેલ ભાવુક થઇ ગયાં તેમણે રડતા રડતાં કહ્યું કે હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી કે શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે કહ્યું કે હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આ સાંભળીને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.હાર્દિક પોતે સિંહ હોવાની વાતો કરતાં હતા પણ આજે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ સિંહ નહીં પણ ખિસકોલી છે. હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે. તે ખરાબ પોલિટીક્સ કરી રહ્યા છે. તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઈ જઈને સમાજ સાથે ખોટું કર્યું છે. અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની ટ્રાય કરી પણ અમે નાના પડતાં હતા. તેને કોંગ્રેસમાં સ્વાર્થ લાગ્યો તો ત્યાં જોડાયા પણ ત્યાં પણ સ્વાર્થ ન પૂરો થયો તો જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકી દીધું. 


આંદોલન સમયે ભાજપના નેતાઓ વિશે જેમ તેમ શબ્દો બોલ્યા અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માગવા માગો છો પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું, હું જનતા માટે લડતો હતો. એટલે આક્રમક હતો. માફી માગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. બે મહિનામાં શહીદ પરિવાર માટે નોકરીની વ્યવસ્થા કરીશું. આ ઉપરાંત અનામત આંદોલનમાં રાષ્ટ્રહિતમાટે જે લોકો શહીદ થયાં તે  શહીદ પાટીદાર પરિવારો માટે આગામી બે માસમાં નોકરીની વ્યવસ્થા કરી આપીશું. તે માટે ગુજરાત સરકાર સાથે વાત ચાલુ છે.