Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AIIMSનું કામ પુરજોશથી! OPD બાદ ટૂંક સમયમાં IPD શરૂ થશે, અનેક સુવિધાઓનો મળશે લાભ

12:10 PM Apr 30, 2023 | Vipul Pandya

રાજકોટમાં ગુજરાતની પહેલી અને સૌથી મોટી AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે.રાજકોટના જામનગર રોડ પર રૂપિયા 1195ના ખર્ચે 201 એકરમાં બની રહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડ્સથી સજ્જ હશે.જેની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની OPD શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ આઇ.પી.ડી પણ શરુ થઈ જશે. 

હાલ AIIMS હોસ્પિટલની 5 બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે. જેમાંથી એક બિલ્ડિંગમાં અત્યારે OPD શરૂ કરી દેવામાં આવી છે. અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી છે.આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.આગામી મેં ,જૂન મહિનામાં રાજકોટ આઇ.પી. ડી શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ થઈ જશે. જોકે, આ પછી માત્ર 3થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ  2023ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જશે તેવી શક્યતા છે.

ગુજરાતની પહેલી અને સૌથી મોટી AIIMS અંગે AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર સી.ડી.એસ કટોચે જણાવ્યું હતું કે,”અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. આઇ.પી.ડી માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરી લેવામાં આવી છે.આ ઉપરાંત સાથે AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર સી.ડી.એસ કટોચે વધુમાં જણાવ્યું કે, ”હોસ્પિટલ ફર્નિચર માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જ્યારે AIIMSની બિલ્ડીંગ તૈયાર થઈ જશે ત્યારે અમારી પાસે 15 દિવસથી 1 મહિનાની અંદર બધો જ સામાન આવી જશે. આઇપીડીના 5 જેટલા ટાવર બની રહ્યા છે. જેમાંથી બે જેટલા ટાવરો તૈયાર થઈ ગયા છે અને આ બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે. 

વધુમાં  AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર સી.ડી.એસ કટોચે કહ્યું કે, ”કન્ટ્રક્શનમાં મોડું થવાને લીધે થોડુંક ડીલે થાય રહ્યું છે. પરંતુ અઠવાડિયામાં એક વખત સતત કેન્દ્ર સરકાર અને AIIMS અધિકારીઓ સતત ફોલોપ લઈ રહ્યા છે અને જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે અને જૂન સુધીમાં અમે ગુજરાતની જનતાને મોટો તો આપી દેશો અને આઇપીડી શરૂ કરી દેવામાં આવશે. જેમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર,નવેમ્બર એમારાય અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં એમ્સ હોસ્પિટલ નો અર્પણ કરવામાં આવશે.

જનતાને સારી સુવિધા મળે તેવો પ્રયત્ન પણ કરવામાં આવશે એટલે કે કહી શકાય કે 2023ના અંત સુધીમાં ગુજરાતની જનતાને મોટાભાગની જે સુવિધા છે તે મળી જશે અને બે થી ત્રણ મહિનામાં જ મલ્ટી સ્પેશિયાલિટી સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં ગંભીર રોગની સારવાર પણ થઈ શકે જેવા કે ઓપરેશન સહિતની જે સારવાર છે તે શરૂ થઈ જશે.રાજકોટ એઈમ્સ માટે 201 એકરમાં કુલ 19 બિલ્ડીંગનું નિર્માણ કરાશે. જેમાં 750થી વધુ પલંગ હશે. જેમાંથી 30 પલંગ આયુષ બ્લોકમાં હશે. રિપોર્ટ અનુસાર તેમાં એમબીબીએસ કોર્સ માટે 125 સીટ અને નર્સિંગ કોર્સ માટે 60 સીટ હશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.