Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન કર્યો હાંસલ

07:48 PM Feb 09, 2024 | Hardik Shah

અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) મુસાફરોની સંખ્યાના મામલે એક નવો રેકોર્ડ (New Record) બનાવ્યો છે. અમદાવાદ સ્થિત એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષ (Current Financial Year) માં 8 ફેબ્રુઆરીના રોજ 1 કરોડ એટલે કે 10 મિલિયન મુસાફરોના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સ (10 Million Passengers) નો આંકડો પહોંચ્યો હતો. જણાવી દઇએ કે, અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ની જાળવણીની જવાબદારી અદાણી ગ્રુપ (Adani Group) ની છે.

10 મિલિયન પેસેન્જરોએ એરપોર્ટથી ભરી ઉડાન

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) એbjsp 240 થી વધુ દૈનિક ફ્લાઈટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જણાવી દઇએ કે, અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરના અભિષેક પહેલા અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટ (Flight) શરૂ કરવામાં આવી હતી. વર્તમાન નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધી 10 મિલિયનથી વધુ એટલે કે 1 કરોડથી વધુ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. પાછલા નાણાકીય વર્ષ (Financial Year) કરતાં 50 દિવસ વહેલા આ સિદ્ધિ મેળવી છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે.

સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ

20 નવેમ્બર 2023ના રોજ એરપોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ (Flight Movement Record) કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલા સુધી, અમદાવાદથી માત્ર અમુક સ્થળોએ જ ફ્લાઇટની સુવિધા હતી. હાલમાં, સરદાર વલ્લભભાઇ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 42 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને સાત એરલાઇન્સ સાથે અને 15 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઇન્સ સાથે જોડે છે જે મુસાફરોને બહુવિધ કનેક્ટિવિટી વિકલ્પો પૂરા પાડે છે.

ભારતનું 8 મું સૌથી વ્યસ્ત એરપોર્ટ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એ દરરોજ સરેરાશ 250 વિમાનોની અવર-જવર સાથે ભારતનું 8 મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટ ભારતના ગુજરાત રાજ્યના 2 મુખ્ય શહેરો અમદાવાદ અને રાજધાની ગાંધીનગરને સેવા આપે છે. એરપોર્ટ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી આશરે 8 કિમી દૂર આવેલું છે. તેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. એરપોર્ટ 1,124 એકર (4.55 કિમી 2) ના વિસ્તારને આવરી લે છે અને તેની લંબાઈ 11,811 ફૂટ (3,600 મીટર) છે. અમદાવાદ એરપોર્ટ અમદાવાદમાં આવેલું છે. સિસ્ટમ યાંત્રિક હા. તેની ફ્લાઈટ સ્ટ્રીપની લંબાઈ 9000 ફૂટ છે. છે.

આ પણ વાંચો – Mahisagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ