Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદીઓ ખિસ્સા ખાલી કરવા રહો તૈયાર, CNGના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો

04:56 PM Apr 19, 2023 | Vipul Pandya

મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને ફરી એકવાર મોટો ફટકો પડવાનો છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે. આના કારણે માત્ર LPG સિલિન્ડર જ નહીં પરંતુ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે ત્યારે બીજી તરફ PNGના ભાવ પણ ટૂંક સમયમાં ફરી વધવાની આશા છે.
પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ હવે CNDએ સામાન્ય માણસના ખિસ્સાને મોટો ફટકો આપ્યો છે. કેટલાક શહેરોમાં CNGના ભાવમાં 37%નો વધારો થયો છે. અદાણી ગેસે અમદાવાદમાં CNGના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે. સરકારે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ વધવાને કારણે દેશમાં કુદરતી ગેસના ભાવ બમણા કરી દીધા છે. કુદરતી ગેસનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર બનાવવા, CNG અને ભોજન તૈયાર કરવા માટે રસોડામાં કરવામાં આવે છે. CNGના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. 
અમદાવાદમાં CNGનો જુનો ભાવ 74 રૂપિયા 59 પૈસા હતો. તો હવે 79 રૂપિયા 59 પૈસા થયો છે. આ ભાવ વધારાથી ગ્રાહકો પર 10થી 15 ટકાનો નવો બોજ આવી પડે તેવી શક્યતા છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ચર્ચા છે કે , સરકાર પૂર્ણ જથ્થો ઉપલબ્ધ બનાવે તો સીએનજી બાદ પીએનજીના ભાવમાં પ્રતિ કિલો કમસેકમ પાંચ રૂપિયાનો વધારો આગામી દિવસોમાં જાહેર કરાય તેવી શક્યતા છે. 
જો તમે તેની પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાથે સરખામણી કરો તો છેલ્લા છ મહિનામાં પેટ્રોલ અને ડીઝલમાં બહુ ઓછો વધારો થયો છે. જો કે હવે આ ક્રૂડ ઓઇલ મોંઘુ થવાના કારણે તેનો ભાવ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો ઘણીવાર સરકાર માટે રાજકીય મુશ્કેલીનું કારણ બને છે, જ્યારે દેશમાં CNGની પહોંચ મર્યાદિત છે અને તેના પર કોઈ રાજકીય ચર્ચાઓ થતી નથી.
ઉલ્લેખનીય છે કે કુદરતી ગેસના ભાવ દર છ મહિને બદલવામાં આવે છે. સરકારે ઓક્ટોબર, 2021થી માર્ચ, 2022 સુધીના છ મહિનાના સમયગાળા માટે કુદરતી ગેસના ભાવ 62 ટકા વધારી 2.90 ડોલર એમએમબીટીયુ કર્યા હતા. તેની પહેલા એપ્રિલ, 2021થી સપ્ટેમ્બર, 2021 સુધીના છ મહિનાના સમયગાળા માટે કુદરતી ગેસનો ભાવ 1.79 ડોલર  પ્રતિ એમએમબીટીયુ હતો. છેલ્લા છ મહિનામાં ઓટો ક્ષેત્રે વપરાતા સીએનજી અને ઘરવપરાશના પાઇપ ગેસ (પીએનજી)ના ભાવમાં 30 ટકા જેટલો વધારો અત્યારે ગ્રાહકો ચૂકવી રહ્યા છે.