Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તથ્ય પટેલના આલ્કોહોલ રિપોર્ટને લઈ અમદાવાદ ટ્રાફિક DCP નીતા દેસાઈનું નિવેદન

12:22 AM Jul 22, 2023 | Hiren Dave

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કેમ મામલો ધનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલ દ્વારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કેસમાં જ્યાં એક તરફ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઇ ગયા છે. તો આ મામલે અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નીતા દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે તથ્ય પટેલના રિમાન્ડ મળ્યા છે કેટલીંક બાબતોની તપાસ હજુ અધૂરી છે તે તપાસ પૂર્ણ કરવામાં આવશે.

 

અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી તથ્ય પટેલ અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો અને કઈ કઈ જગ્યાએ ગયા હતા અને શું પ્રવૃત્તિ કરી હતી તે બાબતની તપાસ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. તો સાથે સાથે કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.

 

તેમણે જણાવ્યું કે તથ્યને જયારે પૂછવામાં આવ્યું કે કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતના જવાબો પણ તે નથી આપી શક્યો. આ બાબતની તપાસ બાકી છે. વધુમાં તથ્યએ અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે અકસ્માત બાદ સમાધાન થયુ છે કે નહીં આ અંગે પણ તપાસ બાકી છે.

 

તથ્યનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે મુદ્દે સવાલ પૂછતાં ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં તથ્યએ ક્યારેય પણ પોલીસ સમક્ષ 120ની સ્પીડ હોવાનું કબુલ્યુ નથી. તો સાથે સાથે તેમણે કહ્યું છે કે તથ્ય અને તેના મિત્રોના રિપોર્ટમાં ક્યાય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી. મેડિકલ રિપોર્ટમાં પણ ક્યાય તથ્યને ગંભીર ઈજા થઈ હોય એવુ નથી આવ્યુ. આવતીકાલે RTOમાંથી બ્રેક ટેસ્ટ માટે કર્મચારીઓ આવશે.

પેલેડિયમ પાસે ભેગા થઈ કાફેમાં ગયા હતા

ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે તથ્યના મિત્રોના નિવેદનો લેવાયા છે. તેઓ બધા પેલેડિયમ પાસે ભેગા થઈ કાફેમાં ગયા હતા. કાફેથી પરત ફરતા ઈસ્કોન બ્રિજ તરફ આવતા હોવાની વાત કરી રહ્યાં છે. કાર તથ્ય ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ એર બેગ ખુલી ગયુ હતુ. તથ્યને ખભા અને માથાના ભાગે થોડી ઈજા હતી. તથ્યને પગ, પેટ, ખંભાની ફરિયાદ બાદ એક્સરે કરાવ્યો છે જેમાં ગંભીર ઈજા નથી. તો સાથે સાથે, તથ્યના ફોનની ચકાસણી માટે FSLમાં મોકલવાના બાકી છે તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે.

આ પણ વાંચો-તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર