+

Ahmedabad : નારોલ ગામના તળાવમાં હજારો માછલીના મોત

Ahmedabad : અમદાવાદ શહેરના નારોલ ગામમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ (fish died) મોતને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે તળાવમાં યોગ્ય સફાઈ કરવામાં…

Ahmedabad : અમદાવાદ શહેરના નારોલ ગામમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ (fish died) મોતને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે તળાવમાં યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. તળાવમાં ગટરનું કેમિકલ વાળું ગંદુ પાણી છોડવામાં આવે છે. જેના કારણે માછલીઓને ઓક્સિજન ન મળતા માછલીઓના મૃત્યુ થયા છે. અનેક માછલીઓના મૃત્યુ થયા હોવા છતાં પણ ત્યાં ધ્યાન આપવામાં ન આવતું હોવાથી માછલીઓના મૃત્યુ વધી રહ્યા છે.

 

નારોલ ગામ પાસે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે તળાવ આવેલું છે. જેને ખોડિયાર તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવમાં છેલ્લા પાંચ દિવસથી માછલીઓના મૃત્યુ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થવાના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. જો કોઈ તળાવની પાસેથી પસાર થાય તો ખૂબ જ વાસ મારતી હોય છે. .

તળાવમાં ગટરનું ગંદુ પાણી જેમાં કેમિકલ મિક્સ પાણી હોય છે, જે પાણીના કારણે તળાવ ખૂબ જ ગંદકી વાળું થઈ જતા માછલીઓના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આસપાસના ફેક્ટરીઓ દ્વારા ગટરમાં ગંદુ પાણી છોડવાના કારણે આ તળાવમાં ગંદકી થતાં માછલીઓના મૃત્યુ થયા છે

 

આ  પણ  વાંચો Gujarat Reservoir Report: ગુજરાતના જળાશયોની સ્થિત દયનીય, ભવિષ્યમાં પાણીના કારણે….

આ  પણ  વાંચો- Vadodara Lok Sabha : 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

આ  પણ  વાંચો- VADODARA : રૂપાલાના વિવાદીત નિવેદનનો વિરોધ વડોદરા પહોંચ્યો

 

Whatsapp share
facebook twitter