+

અમદાવાદ : બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને સૌથી મોટા સમાચાર, સ્થળ બદલાય તેવી શક્યતા

સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. બાબાનો દરબાર પહેલા ચાણક્યપુરીમાં યોજવાનો હતો પરંતુ આયોજકો અને પોલીસ સામ-સામે આવી જતા કાર્યક્રમના…

સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. બાબાનો દરબાર પહેલા ચાણક્યપુરીમાં યોજવાનો હતો પરંતુ આયોજકો અને પોલીસ સામ-સામે આવી જતા કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાશે.

પરંતુ તમને જણાવી દઈએ કે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, બાબાના દરબારનું સ્થળ ફરી બદલાઈ તેવી શક્યતા છે. ઓગણજમાં દિવ્ય દરબારના સ્થળે પાણી ભરાવવાના કારણે સ્થળ બદલાય તેવી નોબત આવી છે. ત્યારે એવી પણ જાણવા મળ્યું છે કે, હવે બાબાનો દિવ્ય દરબાર પંડિત દિનદયાલ હોલમાં યોજાઈ શકે છે.

હાલમાં બાબા ધીરેન્દ્ર શ્સ્ત્રીનું કોટક હાઉસ ખાતે રોકાણ કરવામાં આવ્યું છે. તેમને ઇસ્કોનના ચેરમેન પ્રવીણ કોટકના ઘરમાં ઉતારો આપવામાં આવ્યો છે. બાબા હાલ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સુરત બાદ હવે અમદાવાદમાં બાબાનો દરબાર યોજાશે. તમને જણાવી દઈએ કે, બાબા 28 તારીખે એટલે કે રવિવારે મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને તેમણે મા અંબાના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

Whatsapp share
facebook twitter