Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad Navrangpura Police: મહિલાઓના ઘરેણાં પડાવતી રિક્ષા ગેંગ નવરંગપુરા પોલીસે ઝડપી

05:36 PM Apr 03, 2024 | Aviraj Bagda

Ahmedabad Navrangpura Police: અમદાવાદ પોલીસે (Ahmedabad Police) વધુ એક ગુનાહિત દુનિયામાં સિદ્ધી હાંસલ કરી છે. અમદાવાદની ઝોન 1 LCB એ કેટલાક સમમથી શહેરમાં આતંક મચાવનારી ટોળકીને ઝડપી પાડી છે. તે ઉપરાંત પોલીસે (Ahmedabad Police) આરોપીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

  • રીક્ષામાં મહિલાઓને બેસાડી દાગીના ચોરી કરતી ટોળકી ઝડપાઈ
  • આરોપીઓ નંબર પ્લેટ સંતાડવા લીંબુ-મરચા લટકાવતા
  • કુલ 1.4 લાખના દાગીનાઓ પોલીસે જપ્ત કર્યા

Ahmedabad Navrangpura Police

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં એકલી ફરતી મહિલાઓને ફોંસલાવીને રિક્ષા (Auto) માં બેસાડી તેમનો શિકાર કરવામાં આવતો હતો. આરોપીઓ મહિલાઓને રિક્ષા (Auto) માં બેસાડી તેમના ઘરેણાંઓની ચોરી કરતા હતા. ત્યારે આજરોજ પોલીસે (Ahmedabad Police) 4 આરોપીઓ સાથે રિક્ષાની ધરપકડ કરી છે. પોલીસે (Ahmedabad Police) આરોપીઓની ધરપકડ CCTV ના માધ્યમથી કરી હતી.

આરોપીઓ નંબર પ્લેટ સંતાડવા લીંબુ-મરચા લટકાવતા

પોલીસે (Ahmedabad Police) જ્યારે આરોપીઓની પૂછતાછ કરી હતી. ત્યારે તેમની પાસેથી વધુ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા (Auto) ની નંબર પ્લેટને સંતાડવા માટે નંબર પ્લેટ પર લીંબુ-મરચા લટકાવતા હતા. 4 આરોપીઓમાંથી કોઈ એક ડ્રાઈવર બનીને રિક્ષા ચાલાવતો હતો. તો બીજા તેના સાથીદારો મુસાફર તરીકે બેસતા હતા.

Ahmedabad Navrangpura Police

કુલ 1.4 લાખના દાગીનાઓ પોલીસે જપ્ત કર્યા

પોલીસે (Ahmedabad Police) આરોપીઓ પાસેથી કુલ 3 લાખનો મુ્દ્દામાલ જપ્તો કર્યો હતો. આરોપીઓ પાસેથી 1.34 લાખના દાગીના પોલીસે (Ahmedabad Police) કબજે કર્યા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગરના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હતા.

આ પણ વાંચો: VADODARA : સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવવા મજબૂર

આ પણ વાંચો: Godhra Fire Factory: દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં વિનાશકારી બેકાબૂ આગી ભભૂકી

આ પણ વાંચો: અમદાવાદ : RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા 170 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ, કારણ ચોંકાવી દેશે