Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ચેતજો

05:54 PM Dec 29, 2023 | Hiren Dave

સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ચેતજો
રીક્ષા ચાલકે બાળકી પાસે રીક્ષાને મરાવ્યા ધક્કા
અમદાવાદના શાહીબાગ વિસ્તારનો વીડિયો વાયરલ
સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા બાળકી પાસે મરાવ્યો ધક્કો
ચાલુ વાહન વ્યવહાર દરમિયાન રિક્ષાને ધક્કો મરાવ્યો
ધક્કો મારતા બાળકી રસ્તા ઉપર પટકાઈ
કોઈ ગંભીર ઇજા ન થતા મોટી જાનહાનિ ટળી

 

અમદાવાદમાં સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ચેતી જજો. જેમાં શાહીબાગ વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્કૂલ રિક્ષા બંધ થઈ જતાં ચાલુ રસ્તા પર ધક્કો મારતા બાળકી રસ્તા ઉપર પટકાઈ હતી. કોઈ ગંભીર ઇજા ન થતાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી છે.

 

 

ધક્કો મારતી વખતે બાળકી રસ્તા પર પટકાઇ

અમદાવાદમાં બાળકો પાસે રીક્ષાને ધક્કો મરાવ્યો હતો. સ્કૂલ રીક્ષા ચાલકે બાળકો પાસે મજૂરોને જેમ વર્તન કરાવ્યું હતુ. જેમાં રીક્ષા બંધ થઇ જતા બાળકો પાસે ધક્કો મરાવ્યો અને ધક્કો મારતી વખતે બાળકી રસ્તા પર પટકાઇ હતી. આ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે. ત્યારે સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ આ ઘટના જોઇ ચેતી જજો. સ્કૂલ રિક્ષા અચાનક બંધ થઈ જતા જાહેર માર્ગ પર રિક્ષા ચાલકે નાના બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો છે.

 

 

રિક્ષા ચાલક અંદર બેસીને બિન્દાસ મજા માણતો

રિક્ષા ચાલક અંદર બેસીને બિન્દાસ મજા માણતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જો મોટી હોનારાત સર્જાત તો તેની જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ મામલે કોઈ ફરિયાદ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. તથા શાળા કે વાલીઓ સજાગ બને તે આ વીડિયો જોઇ લોકો કહી રહ્યાં છે.

 

આ પણ વાંચો-આવતીકાલે રિવરફ્રન્ટ પર CM ફ્લોવર શૉનો પ્રારંભ કરશે, જાણો સમય અને ફી સહિત સમગ્ર માહિતી