+

AHMEDABAD : BOPAL માં રાત્રે ખુલ્લેઆમ થયું ફાયરિંગ, સર્જ્યા એકદમ ફિલ્મી દ્રશ્યો

અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગ બિલ્ડરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા ધંધુકાના શખ્સોએ બિલ્ડર પર કર્યો હતો હુમલો આરોપીઓએ બિલ્ડરની ગાડીમાં કર્યું તોડફોડ લાયસન્સ વાળી રિવોલ્વરથી કર્યું ફાયરિગ અંગત અદાવતમાં…
  • અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગ
  • બિલ્ડરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા
  • ધંધુકાના શખ્સોએ બિલ્ડર પર કર્યો હતો હુમલો
  • આરોપીઓએ બિલ્ડરની ગાડીમાં કર્યું તોડફોડ
  • લાયસન્સ વાળી રિવોલ્વરથી કર્યું ફાયરિગ
  • અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું આવ્યું સામે

અમદાવાદના ( AHMEDABAD ) બોપલ ( BOPAL )  વિસ્તારમાં ગઇકાલે રાત્રે ખુલ્લા રસ્તા ઉપર ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રાત્રે અચાનક આ રીતે ગોળીબાર થતાં વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. સમગ્ર મામલા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. ચાલો શું છે સમગ્ર બાબત..

બોપલ ( BOPAL ) વિસ્તારમાં મોડી રાત્રે બોપલ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટના એમ છે કે, ધંધુકાના કેટલાક યુવકોએ બિલ્ડરની ગાડી ઉપર હુમલો કર્યો હતો અને ગાડીને તોડફોડ કરીને નુકશાન પણ કર્યું હતું, આ ઘટનામાં બિલ્ડરએ 2 પોતાના પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. આ બિલ્ડરએ કુલ 2 રાઉંડ ફાયરિંગ કર્યું હતું. બિલ્ડરએ લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિગ કર્યું હતું. બિલ્ડર અને આ હુમલાખોર વચ્ચે બનેલ આ ઘટના મોબાઈલ ફોનના કેમેરામાં પણ કેદ થઈ હતી, જેમાં આપણને જોવા મળે છે કેવી રીતે ધંધુકાના આ શખ્સોએ કેવી રીતે બિલ્ડર ઉપર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, બિલ્ડરએ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું  હાલ સામે આવી રહ્યું છે. પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને શરૂ કરી તપાસ શરૂ કરી છે. પોલીસએ બંને આક્ષેપોને લઈને ક્રોસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Vadodara Crime Case: મહિલા સરપંચના પુત્રની ખુલ્લી દાદાગીરી, સવાલો ઉઠાવતા શખ્સને ઢોર માર માર્યો

 

 

Whatsapp share
facebook twitter