Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : હવે દિલ્હી કે હરિયાણા નહિ પરંતુ ગાંધીનગરના CID ક્રાઇમના નામે પૈસા પડાવતી ઠગ ટોળકી સક્રિય

11:26 PM Apr 14, 2024 | Harsh Bhatt

AHMEDABAD : ગુજરાતના લોકોને હવે નોટીસ અને CID ક્રાઇમના સાઇબર સેલના નામે નોટીસ મોકલી ધમકી આપી પૈસા પડાવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ સહિતના અમુક રાજ્યોની પોલીસના નામે ઠગ ટોળકીઓ પૈસા પડાવતી હતી જોકે હવે ગાંધીનગર CID ક્રાઇમના નામે પૈસા માંગતા ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે અમદાવાદના ( AHMEDABAD  ) નિકોલમાં રહેતા વેપારીની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

AHMEDABAD ના નિકોલ વિસ્તારમાં આવેલા દિવ્યજ્યોત ટેનામેન્ટમાં વિષ્ણુભાઇ પંચાલ પરિવાર સાથે રહે છે. તેઓ દર્શન ફર્નિચર નામથી વેપાર કરે છે. ગત 8 એપ્રિલના રોજ સાવરના સાડા અગીયાર વાગ્યા આસપાસ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, ગાંધીનગર સાઇબર ક્રાઇમ બ્રાંચમાંથી પીએસઆઇ હેમંતસિંગ બોલું છું. તમે 2022માં ઓનલાઇન દવા મંગાવી હતી. તમે લીધી ન હતી અને પાછી આપી દીધી હતી અને તેના રિવ્યુ ખરાબ આપ્યા હતા તેથી અર્બન મેટ્રો કંપનીએ તમારી ઉપર કેસ કર્યો છે. કંપનીમાં ફોર્મ ભરી તમે 12 વાગ્યા સુધી કેસ પાછો ખેચાવડાવી શકો છો. તેમ કહી અર્બન મેટ્રો કંપનીનો ફોન નંબર આપ્યો હતો. આપેલા નંબર પર વિષ્ણુભાઇએ કોલ કરતા તેમની પર કેસ કર્યાની વાત કરી હતી.

દરમિયાનમાં ગાંધીનગર સાઇબર ક્રાઇમ ડિપાર્ટેમેન્ટના લેટરપેડવાળી નામ અને વેપારના ધંધાના સરનામા લખેલી અંગ્રેજીમાં નોટીસ મોકલી આપી હતી. જેમાં કલમ 420 હેઠળ ગુનો નોંધાયાની વિગતો પણ હતી. ફેક ઓર્ડર બાબતે ક્લેમ ફાઇલ પણ કર્યો છે સાથે મોબાઇલ પર નોટીસ પણ મોકલી આપી હતી. જેમાં રુ.30,980 ફાઇન અને 3 મહિનાની જેલ થઇ શકે છે. તે નોટીસમાં લખ્યું હતું.

જે નંબરથી કોલ આવ્યો હતો તે નંબરની વોટ્સએપ પ્રોફાઇલ ચેક કરતા અશોકચિન્હનો ફોટો હતો અને હેમંતસિંગ પીએસઆઇ પણ લખ્યું હતું. દરમિયાનમાં આ નંબરની ડિટેલ્સ અને નોટીસ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં તપાસ કરતા આ નોટીસ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ : દીર્ઘાયુ વ્યાસ 

આ પણ વાંચો : AHMEDABAD : શહેરની વિવિધ હોસ્ટેલમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન કાર્યક્રમ યોજાયો