Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : કેડિલાના MD ની મુશ્કેલીઓ વધશે, મામલો હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ પહોંચ્યો

12:03 PM Apr 05, 2024 | PARTH PANDYA

AHMEDABAD : કેડિલાના એમડી (CADILA MD) રાજીવ મોદી (Rajiv I. Modi) ની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે તેવી ગતિવિધી સામે આવી રહી છે. રાજીવ મોદી પર દુષ્કર્મનો આરોપ મુકનાર યુવતીએ તાજેતરમાં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. ટુંક સમય પહેલા જ વિદેશી યુવતીએ આ મામલે હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.

કોર્ટના ડાયરેક્શનથી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

કેડિલાના એમડી રાજીવ મોદી સામે તેમની સાથે કામ કરી ચુકેલી વિદેશી યુવતીએ દુષ્કર્મનો આરોપ મુકતા બિઝનેસ સર્કલમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ કોર્ટના ડાયરેક્શનથી રાજીવ મોદી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસના અંતે પોલીસે રાજીવ મોદીને ક્લીન ચીટ આપતા મામલો થાળે પડવાની શક્યાતાઓ જોવા મળી હતી.

મુશ્કેલીઓ વધી શકે

તમામ ઘટનાક્રમ વચ્ચે તાજેતરમાં વિદેશી યુવતીએ રાજીવ મોદી વિરૂદ્ધ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ફરિયાદ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને આવનાર સમયમાં કેડિલા કંપનીના એમડી રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે.

પ્રથમ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

અગાઉ પોલીસ દ્વારા દુષ્કર્મ માલે રાજીવ મોદીને પોલીસ દ્વારા તપાસના અંતે ક્લીન ચીટ આપવામાં આવી હતી. જે બાદ યુવતીએ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે, હવે આ મામલે શું થાય તે જોવું રહ્યું. વિદેશી યુવતીએ રાજીવ મોદીને ક્લીન ચીટ મળ્યા બાદ પ્રથમ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા અને ત્યાર બાદ હવે મામલે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઇને આગામી સમયમાં રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો —VADODARA : ઓનલાઇન જુગારની લતે ઘરમાં આર્થિક તંગી સર્જાઇ