+

સમાધાનના નામે જીવલેણ હુમલો, પ્રેમ લગ્ન કરનાર દીકરી જમાઈને ઘરે બોલાવી માતાએ રચ્યું કાવતરૂં

અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અને આ હુમલા પાછળનું કારણ માત્ર ને માત્ર યુવતીએ પોતાની પસંદગીનાં યુવક સાથે કરેલા લગ્ન છે. યુવતીની માતાએ જ સમાધાન કરવાનાં નામે બોલાવી દીકરીના પૂર્વ મંગેતર સાથે મળીને દીકરીના પતિ પર છરીથી હુમલો કરાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસે યુવતીની માતા અને પૂર્વ મંગેતર વિરુદ્ધ ગ

અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ પર જીવલેણ
હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અને આ હુમલા પાછળનું કારણ માત્ર ને માત્ર
યુવતીએ પોતાની પસંદગીનાં યુવક સાથે કરેલા લગ્ન છે. યુવતીની માતાએ જ સમાધાન કરવાનાં
નામે બોલાવી દીકરીના પૂર્વ મંગેતર સાથે મળીને દીકરીના પતિ પર છરીથી હુમલો કરાવ્યો
હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસે યુવતીની માતા અને પૂર્વ
મંગેતર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જય વેકરિયા નામનાં યુવકને પ્રેમ
લગ્ન કરવાની સજા મળી છે. સાસુએ પત્નીના પૂર્વ મંગેતર સાથે મળીને છરીના ઘા માર્યા
હતા.


ઘટના કઈક એવી છે કે જય વેકરિયા અને તેમની પત્ની જયશ્રીબેનએ
ફેબ્રુઆરીમાં પ્રેમલગ્ન કર્યા હતા. જેથી જયશ્રીબેનના પરિવાર આ લગ્ન સ્વીકાર્યા
નહતા. લગ્નના બે માસ બાદ જયશ્રીબેનની માતા વાલીબેન પરમારે લગ્ન સ્વીકાર છે તેઓ
વિશ્વાસ અપાવીને સમાધાન કરવા જયશ્રીબેન અને તેમના પતિ જય વેકરિયાને બોલાવ્યા હતા.
જેના પગલે પતિ પત્ની બન્ને કૃષ્ણનગર સમાધાન કરવા પહોંચ્યા હતા. ત્યારે વાલીબેનની
સાથે જયશ્રીબેનનો પૂર્વ મંગેતર નયન પરમાર પણ હતો. બન્નેએ જય અને જયશ્રી સાથે ઝઘડો
કરીને છરીના ઘા ઝીકી દીધા હતા. આ દંપતીએ ચીસાચીસ કરતા લોકો આવી ગયા અને બન્ને ફરાર
થઈ ગયા હતા.

જય વેકરિયા અને જયશ્રીબેન આઠ માસ પહેલા સ્નેપ ચેટ
એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.
પરંતુ જયશ્રીબેનની માતા વાલીબે
ને અમરાઇવાડીમાં રહેતા નયન પરમાર સાથે
સગપણ નક્કી કરી દીધું.. નયન બેકાર હોવાથી જયશ્રીબેન લગ્ન કરવા માંગતા ન હતા. પરંતુ
પરિવાર લગ્ન કરવા દબાણ કરતો હોવાથી જયશ્રીબેન એ
17 ફેબ્રુઆરીના દિવસે
જય સાથે કોર્ટ મેરેજ કર્યા અને
19 ફેબ્રુઆરીના દિવસે અમરેલી પતિના ઘરે આવી ગઈ હતી. આ લગ્નની જાણ
વાલીબેન અને તેના પૂર્વ મંગેતરને થતા તેઓ ગુસ્સે થયા હતા અને બદલો લેવા સમાધાનના
બહાને બોલાવીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. કૃષ્ણનગર પોલીસે આ
હુમલા કેસમાં યુવતીની ફરિયાદ લઈને તેની માતા વાલીબેન પરમાર અને પૂર્વ મંગેતર નયન
પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

Whatsapp share
facebook twitter