Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : શું તમે જાણો છો કર્મન સોનીને કે જેણે યુવા વયે ‘Drum’ વગાડવામાં મહારથ હાંસલ કરી?

02:27 PM Jul 15, 2023 | Dhruv Parmar

ભારતનો સૌથી યુવાન અને ઝડપી ડ્રમર અમદાવાદના કર્મન સોની જેનું જીવન એ સંગીત છે. સૌથી યુવા વયે ‘Drum’ વગાડવામાં કર્મને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે આવો જાણીએ અમદાવાદના ડ્રમ માસ્ટર કર્મન સોનીની સફળતાની કહાની.

કર્મન સોની જેની ઉમ્ર માત્ર 16 વર્ષ છે અને અત્યાર સુધી તેણે ડ્રમર તરીકેની પોતાની કારકિર્દી માટે અનેક સફળતાઓ હાંસલ કરી છે. દેશમાં નહીં પરંતુ દુનિયામાં કર્મને ‘Drum’ વગાડવામાં પોતાનો ડંકો વગાડ્યો છે. કર્મન કહે છે કે મ્યુઝિક જ મારું જીવન છે. તે ભારતનો સૌથી યુવા અને સૌથી ઝડપી ડ્રમર છે અને તે સૌથી યુવા વ્યવસાયિક સંગીતકાર પણ છે. તે ડ્રમ્સ પર સંગીતની ચાર શૈલીઓ એટલે કે વેસ્ટર્ન, બોલિવૂડ, ફ્યુઝન અને ઇન્ડિયન ક્લાસિકલ વગાડે છે. હાલમાં તેની ઉંમર 16 વર્ષની છે. તેની નાની ઉંમરમાં સંગીતની પૃષ્ઠભૂમિમાંથી ન હોવા છતાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે નાની ઉંમરે જ નેશનલ ગેમિંગ એપ માટે પ્રોફેશનલ મ્યુઝિક પણ કંપોઝ કર્યું છે અને તેથી હવે તેણે સૌથી યુવા પ્રોફેશનલ મ્યુઝિક કમ્પોઝર બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

કર્મન સોનીને ભારતના ટોચના 100 ચાઇલ્ડ પ્રોડિજીઝમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ‘ધ ચાઇલ્ડ પ્રોડિજી મેગેઝિન’ દ્વારા “ઇન્ડિયાઝ મ્યુઝિક ચેમ્પિયન”નું બિરુદ મેળવ્યું છે. તે 7 વર્ષની ઉંમરથી ડ્રમ શીખી રહ્યો છે. તેણે ડ્રમ સ્ટીક્સનો ઉપયોગ કરીને એક મિનિટમાં સૌથી વધુ સંખ્યામાં ડ્રમ બીટ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તે ભારતનો સૌથી ઝડપી ડ્રમવાદક બન્યો છે. ડ્રમ ઉપર 1 મીનીટમાં 2357 બિટ્સ પ્લે કરી તે 13 વર્ષનો હતો ત્યારે ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.. તેણે પોતાના હુનર થકી દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં મોટી નામના મેળવી છે. તેની નાની ઉંમરમાં અસાધારણ સિદ્ધિને કારણે, તેને ભારતના સૌથી યુવા ડ્રમર તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત કર્મન સોનીએ ડ્રમ્સમાં ટ્રિનિટી કોલેજ ઑફ લંડનની પરીક્ષાના તમામ 8 ગ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, ખાસ કરીને તેણે 8મા ધોરણમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. માત્ર ડ્રમ જ નહીં, કર્મન તબલા, કેજોન અને કીબોર્ડ વગાડી શકે છે. તે ડ્રમ પર ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકે છે. તેણે ઘણા મ્યુઝિક બેન્ડમાં લાઈવ પરફોર્મન્સ આપ્યા છે. તે રાઈઝિંગ બેન્ડનો સભ્ય છે. દુનિયામાં મ્યુઝિકની દુનિયામાં વિશેષ નામના મેળવવી તે તેનું ડ્રીમ છે.

રોજ 4 કલાકથી વધુ સમય તે ડ્રમ વગાડવામાં પસાર કરે છે. તેના શોખ ને તેની ઉપલબ્ધિ સુધી પહોંચાડવા તેનો પરિવાર પણ હર હંમેશ તેની સાથે જોડાયેલો રહે છે. પરિવાર ના આશીર્વાદ અને પોતાની આવડત અને ધગશને કારણે કર્મને દુનિયાભરમાં ડ્રમ વગાડવા માં અમદાવાદ નો ડંકો વગાડ્યો છે.. નાનપણથી જ તેને મ્યુઝિક પ્રત્યે લાગણી હતી અને તે લાગણીને પરિવાર સારી રીતે સમજી શક્યો અને તેને તે દિશામાં સતત પ્રેરિત કરતો રહ્યો અને પરિણામે આજે તે દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ સંગીતની દુનિયામાં બનાવી શક્યો….

અત્યાર સુધી મહત્વની કર્મને મેળવેલી સિદ્ધિઓની વાત કરીએ તો તેણે..

પુનામાં અખિલ ભારતીય સંસ્કૃતિ સંઘ ની કોમ્પિટિશનમાં 2018માં નેશનલ વિનર પ્રથમ ક્રમાંકે આવ્યો હતો.

વર્ષ 2019 માં સિંગાપુર માં ડ્રમ ઓફ ગ્લોબલ માં ટોપ ફાઈવ માં રેન્ક મેળવ્યો ઇન્ટરનેશનલ લેવલની પ્રસિધ્ધિ મેળવી.

2020 માં યંગેસ્ટ ડ્રમર ઓફ ઇન્ડિયા નો રેકોર્ડ ચૌદ વરસની ઉમરે 2357 બીટ્સ એક મિનિટમાં વગાડી સર્જ્યો.

વર્ષ 2021 માં એજ્યુકેશન મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેને એપ્રિસિયેશન લેટર આપી સન્માનિત કર્યો.

વર્ષ 2022 માં બુલ્સ ફ્રી ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ માટેની એપ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું. એના માટે કર્મનને બેસ્ટ યંગેસ્ટ પ્રોફેશનલ મ્યુઝિક કમ્પોઝર નો એવોર્ડ મળ્યો. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીએ આ એવોર્ડ આપ્યો હતો.

2021 માં ટ્રીનીટી કોલેજ ઓફ લંડનની ડ્રમ્સની એક્ઝામના લાસ્ટ ગ્રેડ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા.

આ સાથે જ નાની ઉંમરે સિદ્ધિઓ અનેક તેણે સર કરી છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતનામ સંગીતકાર બનવાનું સ્વપ્ન ધરાવે છે. તેને સાકાર કરવા છેલ્લા આઠ વર્ષથી સતત મહેનત કરી રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ તેના પ્રયાસને બિરદાવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો : Gujarat Ke Genius : નેશનલ લેવલે Karate Championship માં ધ્રુવિલ અને શૌર્યની અદ્ભુત સિદ્ધી

– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
https://www.gujaratfirst.com/gujaratkegenius/
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને