Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એન્ટી કરપ્શન બ્યુરોની હાથે ચડ્યો અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ

10:35 PM Oct 26, 2023 | Hardik Shah

અહેવાલ – પ્રદિપ કચીયા

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ACBએ સફળ ટ્રેપ કરી છે. આ ટ્રેપમાં અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. ACB ને એક ફરિયાદ મળી હતી જેના કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા લાંચ અને રુશ્વત બ્યુરોને એક ફરિયાદ મળી હતી કે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ ફ્રીઝ થયેલા બેન્ક એકાઉન્ટને ખોલાવવા અંગે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ ટુકડે ટુકડે 7 લાખ રૂપિયાની ચુકવણી કરી ચુક્યા હતા. અને હજુ પણ બાકીના 3 લાખ રૂપિયાની પણ માંગણી કરી રહ્યા હતા.

ACB ની ટ્રેપમાં સાયબર ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસ સ્ટેન્ડ પાછળ રંગે હાથે 3 લાખની લાંચ લેતા ACB ની ટ્રેપમાં ઝડપાયા છે. જેમાં અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેવો એ ACB ના કેસના ફરિયાદી અને સાયબર ક્રાઈમ બ્રાંચમાં થયેલ અરજીના આરોપી પાસેથી 10 લાખની લાંચ માંગી હતી.

જો આ કેસની વિગતે વાત કરીએ તો આ કામે હકીકત એવી છે કે, ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં અરજી થયેલ હતી જેમાં FIR નહી કરવાની અને ફરીયાદીનુ ફેડરલ બેંકનું ફ્રીજ થયેલ ખાતુ ખોલવી આપવાનું હતું. જેને લઈને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 7 લાખ રૂપિયા ટુકડે-ટુક્ડે ફરીયાદી પાસેથી લઇ લીધા હતા. બાકીના રૂ.3 લાખની ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા ના માંગતા હોવાથી તેને ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને લઈને ACB એ છટકુ ગોઠવીને લાંચના 3 લાખ રૂપિયા સ્વીકારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલતો ACB એ સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો – શહેરમાં વધતાં ટ્રાફિક નિયમનના ભંગને અટકાવવા ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઈવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.