Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ સાયાબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

10:32 PM Sep 30, 2023 | Hardik Shah

અહેવાલ – પ્રદિપ કચીયા

ગુજરાતમાં જે રીતે એમડી ડ્રગ્સ, ગાંજો સહિત માદક પદાર્થો અલગ અલગ જગ્યાએથી પોલીસ પકડી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દુનિયાના અલગ અલગ દેશોમાંથી ભારત અને તેમાં પણ અમદાવાદ ખાતે પોસ્ટ ઓફિસમાં પુસ્તકો અને રમકડા મારફતે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. તમે જાણીને ચોંકી જશો કે કઈ રીતે અલગ અલગ ચીજ વસ્તુઓમાં ડ્રગ્સને સપ્લાય કરવામાં આવતું હતું.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડાયું

સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો જ ફાયદા માટે થઈ રહ્યો છે તેટલો જ તેનો ઉપયોગ નુકસાનકારક પણ થઈ રહ્યો છે. કેમકે આજે સૌથી વધુ યુવાધનને નુકસાન કરતો માદક પદાર્થ હોય તો તે ડ્રગ્સ છે. હવે યુવાઓ આ ડ્રગ્સ પણ ઓનલાઈન અને વિદેશથી મંગાવતા થઈ ગયા હોવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ સાઈબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે અલગ અલગ પાર્સલો આવેલા હતા. જેમાં ડ્રગ્સ હોવાની માહિતીને આધારે પોલીસ દ્વારા ખાસ તેની ચકાસણી કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં આવેલા આ જથ્થામાં મુખ્યત્વે પુસ્તકો અને રમકડા હતા. આ પુસ્તકો અને રમકડામાં ડ્રગ્સ હોવાની માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનાની અંદર અલગ અલગ દેશમાંથી 20 જેટલા કુરિયરો આવેલા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી ગાંજો અને કોકેઇન જેવા નશીલા પદાર્થ મળી આવ્યા હતા. પોલીસે આ કુરિયર મારફતે આવેલા કોકિન કે જે 2.31 ગ્રામ જેની કિંમત ₹2,31,000 માનવામાં આવે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો કે જે પાંચ કિલોથી વધુ અને જેની કિંમત 46 લાખથી વધુ માનવામાં આવે છે. કુલ મળી 48 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.

શું હતી મોડસ ઓપરેંટી ?

ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે અલગ અલગ દેશોના માફીયાઓ પાર્સલ મારફતે હવે ડ્રગ્સનો જથ્થો ભારતમાં પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને આ અલગ-અલગ નશીલા પદાર્થો રમકડા અને ચોપડીમાં મોકલે છે. જોકે સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ માટેની જાહેરાતો આપવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ આ ડ્રગ્સ માફિયાનો સંપર્ક કરતા ત્યારે તેમની પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં ડ્રગ્સની કિંમત લેવામાં આવતી હતી અને ત્યારબાદ જ તેને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. વિદેશથી આવેલા કુરિયર ઉપરના સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખવામાં આવે છે. જ્યારે પણ કુરિયર ડિલિવર કરવાનું હોય છે ત્યારે તેમાં ડીલેવરી બોયના નંબર ડિસ્પ્લે થતા હોય છે. ડ્રગ્સ ખરીદનારા લોકો આ ડીલેવરી બોયનો સામેથી સંપર્ક કરી કુરિયર મેળવી લેતા હોય છે. હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા જે પણ પાર્સલ આવેલા છે તેના ઉપર જે પણ એડ્રેસ અને ફોન નંબર આપેલા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ આ તમામ એડ્રેસ અને ફોન નંબર ખોટા હોવાનું સામે આવ્યું છે. આમ છતાં પણ પોલીસ દ્વારા અમુક લોકોને આઇડેન્ટીફાય કરવામાં આવી રહ્યા છે.

કયા કયા દેશોમાંથી આવ્યું ડ્રગ્સ

વિદેશી ડ્રગ્સ પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને ફૂકેટથી પાર્સલ મારફતે આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કુરિયર ઉપર અલગ અલગ એડ્રેસ આપવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત અને બરોડા, નવસારી સહિતના ગામોમાં એડ્રેસ હતા જે પ્રાથમિક તપાસમાં ખોટા હોવાનું સામે આવ્યું છે.

ડ્રગ્સને કઈ રીતે પુસ્તકો અને રમકડામાં મૂકવામાં આવતું હતું

વિદેશી ડ્રગ્સ મોકલનારાઓ અલગ પ્રકારની મોડલ્સ એપ્રેન્ટી દ્વારા ભારતમાં ડ્રગ્સ મોકલી રહ્યા છે. વિદેશી ડ્રગ્સ માફિયાઓની ચોંકાવી દે તેવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.

– ચોપડીના પેજ પર કોકેઇન ડીપ કરી દઈ અને કોકેઇન કાગળ વાળી ફાઇલ પાર્સલ કરતા હતા. પાર્સલ મળી ગયા બાદ આશરે 50 પેજની ફાઇલના કાગળને પાણીમાં ઉકાળી દેતા જ ફરીથી કોકેઇન બની જતું હતું. સાયબર ક્રાઇમની તપાસમાં અગાઉ બે થી ત્રણ વખત વિદેશી ડ્રગ્સ જથ્થો આવી ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.

– સૌ પહેલા કોકેઇનને લિક્વિડ ફોર્મમાં ફેરવવામાં આવતું હતું. ત્યારબાદ તેના ઉપર કાગળ મુકવામાં આવતો હતો. કાગળ પર જ્યારે કોકેઇન ચોટી જાય ત્યારે તેને ગરમ પાણીની વરાળ ઉપર થોડા સમય માટે બાફ દેવામાં આવતી હતી. જેને લીધે કાગળ પર અલગ લેયર બની જતું હતું અને આ કાગળને અલગ અલગ નોટબુકની વચ્ચે રાખી દેવામાં આવતા હતા.

– જ્યારે આ બુક ડ્રગ્સ ખરીદનાર પાસે પહોંચી જતી હતી ત્યારે વચ્ચે મુકેલા કાગડોને ફરીથી ઉકાળેલા પાણીમાં ટુકડા કરી અને નાખી દેવામાં આવતા હતા. જેને કારણે કાગળ પર ચોટેલું કોકાઇન છૂટું પડી જતું હતું અને જે વધેલા કાગળો છે તેને પાણીની બહાર કાઢી ફેંકી દેવામાં આવતા હતા.

તાજેતરમાં સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જે રીતે વિદેશોથી ડ્રગ્સ માફિયા ભારતમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે તે પદ્ધતિ ખૂબ જૂની છે પરંતુ હાલ જે પણ ડ્રગ્સ, ગાંજો કે કોકેઇન મંગાવવામાં આવી રહ્યું છે તેનું પ્રમાણ ખૂબ જ વધી ચૂક્યું છે. જે આવનારી પેઢી માટે ખૂબ ચિંતાજનક વિષય બની ચૂક્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : 5 મહિના પહેલા સરખેજમાં યુવકની હત્યા કરનારા 3 આરોપી પકડાયા 

આ પણ વાંચો – Ahmedabad : કઠવાડામાં છેતરપિંડી આચરનારા સારથી એનેક્ષી સ્કીમના ચાર બિલ્ડરની ધરપકડ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.