Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક બોગસ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ

11:10 PM Apr 16, 2023 | Vipul Pandya

અમદાવાદ (Ahmedabad) શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક બોગસ કોલ સેન્ટર (Call Center) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ ઝડપી લીધું છે. આ સાથે જ 13 જેટલા શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા ઈસ્કોન સેન્ટર બિલ્ડીંગના 301 અને 304 નંબરની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ (Raid) કરતા સામે આવ્યું હતું કે આ બન્ને ઓફિસમાં કંઈક ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે.

કેવી રીતે અમરેકીન નાગરિકો સાથે આચરવામાં આવતી હતી ઠગાઈ
ઓફિસમાં હાજર તમામ લોકોની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આ તમામ લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં અમેરિકા દેશના નાગરિકોને એમઝોન કોલ સેન્ટરમાંથી બોલીએ છીએ તેમ કહીને છેતરપિંડી આચરતા હતા. જે લોકોએ એમેઝોન પરથી ખરીદી કરી હોય તેવા લોકોના નામ અને મોબાઈલ નંબર સાથેની વિગતો મેળવવામાં આવતી હતી અને ડિલિવરીમાં પ્રોબ્લેમ આવ્યો છે અને તેને સોલ્વ કરવા માટે થઈને ગ્રાહક પાસેથી તેમના એપલ પે ગિફ્ટ કાર્ડ તથા વોલમાર્ટ કાર્ડની વિગતો મેળવીને 200થી 500 ડોલર મેળવી લેવામાં આવતા હતા. તેને ઈન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરાવી દેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા ગિફ્ટ કાર્ડનું શું કરતી હતી આ ઠગ ટોળકી
કોલ સેન્ટરનો મુખ્ય વ્યક્તિ વિશાલ શાહ અમેરિકન નાગરિકો પાસેથી વોલમાર્ટ કાર્ડ તથા એપલ પે ગિફ્ટ કાર્ડની વિગતો એટલે કે કાર્ડનો નંબર તથા અન્ય માહિતી મેળવીને મુંબઈના તેના સાથીદાર કે જેનું નામ જોની છે તેને આપતો હતો અને આ જોની નામનો શખ્સ તે કાર્ડની વિગતોને એક ચોક્કસ સોફ્ટવેર મારફતે રૂપિયામાં કન્વર્ટ કરતો હતો અને આ કામ કાજ માટે થઈને જોની અને વિશાલ વચ્ચે કમિશન નક્કી કરવામાં આવેલું હતું. જેમાં 40 ટકા કમિશન જોની રાખતો હતો અને 60 ટકા કમિશન વિશાલના ભાગે આવતું હતું. આ કમિશન પેટેના તમામ રૂપિયા મુંબઈમાં બેઠેલો જોની નામનો શખ્સ આંગડિયા પેઢી મારફતે મોકલી આપતો હોવાની વિગતો સામે આવી રહી છે.

ચોક્કસ નામ ધારણ કરી અને ખાસ સોફ્ટવેર મારફતે ચલાવામાં આવતો હતો આ બોગસ કોલસેન્ટરનો વેપલો
સામન્ય રીતે કોઈપણ બોગસ કોલ સેન્ટરમાં ડાયલર અને કોલઝર એમ બે પ્રકારના લોકો કામ કરતા હોય છે. જેમાં સૌથી વધુ વળતર કોલોઝરનું કામ કાજ કરતા હોય તે લોકોનું રહેતું હોય છે. ઉલ્લેખનીય છે કે, શિવરંજની પાસેથી જે કોલ સેન્ટર ક્રાઇમ બ્રાન્ચે પકડયું છે, તેમાં મુખ્ય સૂત્રધાર વિશાલ શાહ સહિત 13 વ્યક્તિઓ અમેરિકન નામ ધારણ કરીને અમેરિકાના નાગરિકો સાથે વાતચીત કરતા હતાં અને વિશાલ શાહ પોતાના મોબાઈલ ફોનમાં રહેલી ખાસ એપ્લિકેશન કે જેનું નામ ટેક્સ નાઉ અને વીસી ડાયલર છે આ બંને એપ્લિકેશન વડે અમેરિકન સાથે વાતચીત કરતો હતો અને આ બંન્ને એપ્લિકેશનો વિશાલને તેના સાગરીત જોની નામ છે કે જે હાલ મુંબઈમાં રહે છે. તેની પાસેથી મેળવ્યા હોવાની કેફીયત મુખ્ય આરોપી વિશાલ શાહે પોલીસ સમક્ષ કબૂલી છે. જ્યારે હાલ મુંબઇનો જોની નામનો આરોપી હાલ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે વોન્ટેડ છે જેથી જોનીની પણ આગમી સમયમાં ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે.