+

Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આ વખતે મતદારોનો સ્પષ્ટ મિજાજ છે કે..!

ગાંધીનગર (Gandhinagar) લોકસભા અંતર્ગત આવેલ નારણપુરા વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાને અમદાવાદના (Ahmedabad) વાડજ વિસ્તારમાં એક જનસભા પણ યોજી હતી,…

ગાંધીનગર (Gandhinagar) લોકસભા અંતર્ગત આવેલ નારણપુરા વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાને અમદાવાદના (Ahmedabad) વાડજ વિસ્તારમાં એક જનસભા પણ યોજી હતી, જેમાં જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મત તો ભાજપને (BJP) જ આપવાનો છે… તેવો મતદારોનો મિજાજ છે. સીએમએ કહ્યું કે, 65 વર્ષમાં જે કામ નથી થયા તે મોદી સરકારના 10 વર્ષમાં થયા છે.

મોદી સરકારમાં ભારતની આર્થિક તાકાત સતત વધી છે : CM

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવેલ નારણપુરા (Naranpura) વિધાનસભામાં સંવાદ કાર્યક્રમ જ્યારે અમદાવાદના (Ahmedabad) વાડજ (Vadaj) વિસ્તારમાં શાંતિપુરા એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલ એક સભામાં હાજરી આપી હતી. આ સભામાં જૈન સમાજના (Jain community) કેટલાક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે મોદી સરકારના (Modi government) વખાણ કરતા કહ્યું કે, મત તો ભાજપને જ આપવાનો છે…તેવો મતદારોનો સ્પષ્ટ મિજાજ છે. છેલ્લા 65 વર્ષમાં જે કામ નથી થયા તે મોદી સરકારના 10 વર્ષમાં થયા છે. મોદી સરકારમાં ભારતની આર્થિક તાકાત સતત વધી છે.

વાજડમાં CM ની જન સભા યોજાઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલે કરી આ અપીલ

સીએમએ આગળ કહ્યું કે, વિકાસ, પરફોર્મન્સ આધારિત રાજનીતિ કેવી હોય તે દેશના PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બતાવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશનું અર્થતંત્ર 11થી 5માં નંબરે આવ્યું છે. વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધ્યું છે. યોગથી આયુષ્યમાન કાર્ડ (Ayushyaman card) સુધીની યોજના નરેન્દ્રભાઈએ આપી છે. સરકારી યોજનાઓનો લાભ ઘરે બેઠા લોકોને મળી રહ્યો છે. મુદ્રા યોજના અંતર્ગત 30 લાખ કરોડની લોન યુવાનોને મળી છે. યુવાનોને રોજગારી મળી છે અને તેની ગેરંટી મોદી સરકારે આપી છે. સીએમએ (CM Bhupendra Patel) આગળ કહ્યું કે, અમિતભાઈ શાહે (Amit Shah) વ્યસ્ત કાર્યક્રમમાં પણ મત વિસ્તારની ચિંતા કરી છે. ગાંધીનગરને નંબર વન બનાવવાની નેમ અમિતભાઈએ લીધી છે. સીએમએ અપીલ કરી કે, 100 ટકા વોટિંગ કરી અમિતભાઈ શાહને દેશમાં સૌથી વધુ લીડથી જીતાડવાના છે.

આ પણ વાંચો – Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

આ પણ વાંચો – GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી

આ પણ વાંચો – Vejalpur BJP Program: વેજપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન

Whatsapp share
facebook twitter