Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : ગુફા આર્ટ ગેલેરી અને હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે બ્રિજ ટુ વર્લ્ડ ૨૦૨૩ ગ્રુપ ચિત્ર પ્રદર્શન અને આર્ટ વર્કશોપનું આયોજન કરાયું

11:54 AM Dec 24, 2023 | Harsh Bhatt

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી અને હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી અમદાવાદમાં ઈમા ફાઉન્ડેશનના સ્થાપક ચિત્રકાર રાધા બિનોદ શર્મા દ્વારા આ બ્રિજ ટુ વર્લ્ડ ૨૦૨૩ ગ્રુપ ચિત્ર પ્રદર્શન અને આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં ભારત અને યુ.કે.ના પ્રતિભાશાળી ઉભરતા કલાકારોના કલાત્મક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય કલાકારોને તેમની કારકિર્દીની શરૂઆતમાં કોવીડ ૧૯ પછીના સમયગાળામાં કરવામાં મદદ કરવાનો છે, જ્યાં ઘણા પરિવારોના બાળકોનો શિક્ષણ, કારકિર્દી અને રોજગાર ગંભીર રીતે ખોરવાઈ ગયો હતો. 3 વર્ષના સમયગાળા દરમિયાન એકબીજા સાથે વિશ્વભરના કલાકારોને તેમના અનુભવો શેર કરીને અને એકબીજાને શીખવા અને ટેકો આપીને ઉત્થાન અને સમર્થનમાં મદદ કરવાના દૃષ્ટિકોણથી રાષ્ટ્રોમાં સેતુ બાંધવામાં મદદ કરી રહ્યા છે.

આ કાર્યક્રમ 19 મી થી 24 મી ડિસેમ્બર 2023 અમદાવાદમાં યોજાયો, ત્યારે કલામય વાતાવરણ સર્જાયું અને કલાકારોએ પોતાની કલા રજુ કરી .
ભારતમાં ત્રણ મહત્વપૂર્ણ ગેલેરીઓ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટસ અને હુસૈન દોશી ગુફા (અમદાવાદ ની ગુફા)માં કલાના કાર્યો અને કલાત્મક પ્રક્રિયા બંને સાથે સંલગ્ન થઈને સર્જનાત્મક અભિવ્યક્તિના અનુભવમાં ભાગ લેવા અને તેનો આનંદ માણવા માટે કલારસિકોની હાજરી વચ્ચે આર્ટ વર્કશોપ અને સેમિનારમાં ભવ્ય કલા સર્જન દ્વારા સમકાલીન અને પરંપરાગત કલા સ્વરૂપો જોવા મળ્યા.

ચિત્રપ્રદર્શનનો મુખ્યહેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો

ચિત્રપ્રદર્શનનો મુખ્યહેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો હતો. ચિત્ર વેચાણ દ્વારા મળેલી રકમ બે સખાવતી સંસ્થાઓને આપવામાં આવશે. જેમાં વિંગસ્ટોફ્લાય-ધ ફાઉન્ડેશન અમદાવાદ, ગુજરાત અને આજી ચા ઘર મુંબઈ, મહારાષ્ટ્રમાં ખાતે આવેલી છે. આ ચા-ઘર-23 મી ડિસેમ્બર માટે ઉપસ્થિત તમામ કલાકારો સમર્પિત વર્કશોપમાં 24મી ડિસેમ્બરના રોજ હરાજી થનારી કૃતિઓ સાથે નાનું આર્ટ તૈયાર કરવામાં આવ્યું. જેના વેચાણથી થતી આવક ચેરિટીમા દાન કરવામાં આવશે. જેના સ્થાપક શ્રી ગૌરી સુરેશ સાવંત છે, જે એક પ્રતિષ્ઠિત જાહેર વ્યક્તિ છે.  જેમણે ભારતમાં સત્તાવાર ટ્રાન્સજેન્ડર માન્યતા અને નાગરિક અધિકારો માટે લડ્યા અને જીત્યા છે.

તેણીની વાર્તા તાજેતરમાં બોલિવૂડની અગ્રણી અભિનેત્રી, સુષ્મિતા સેન દ્વારા “તાલી” નામની છ એપિસોડ શ્રેણીમાં રજૂ કરવામાં આવી છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. વિંગસ્ટોફ્લાય-ધ ફાઉન્ડેશન માટે 19 થી 24મી ડિસેમ્બર 2023 દરમિયાન પ્રદર્શિત કાર્યોના વેચાણમાંથી મળેલી રકમ ગુજરાત રાજ્યમાં યુવા મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત આ ચેરિટીને દાનમાં આપવામાં આવશે.

આ પણ વાંચો — સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે, 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ