+

Ahmedabad Bopal Firing: અંગત અદાવતમાં જાહેર વિસ્તારમાં બિલ્ડર પર કરાયું 2 રાઉન્ડ ફાયરિંગ

Ahmedabad Bopal Firing: ગુજરાત રાજ્ય (Gujarat) માં કાયદાનો ડર ના બરાબર થઈ રહ્યો હોય, તેવી ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહી છે. તે ઉપરાંત વર્ષ 2023માં જાહેર કરેલા ક્રાઈમ રેટ (Crime…

Ahmedabad Bopal Firing: ગુજરાત રાજ્ય (Gujarat) માં કાયદાનો ડર ના બરાબર થઈ રહ્યો હોય, તેવી ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહી છે. તે ઉપરાંત વર્ષ 2023માં જાહેર કરેલા ક્રાઈમ રેટ (Crime Rate) ક્રમાંક દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય 31માં સ્થાને છે. તે ઉપરાંત માત્ર આર્થિક ગુનાહિત પ્રવૃત્તિમાં ગુજરાત રાજ્ય 33માં સ્થાને છે.

  • બોપલ વિસ્તારમાં બિલ્ડર કરાયું ફાયરિંગ
  • બિલ્ડરની ગાડીમાં તોડફોડ કરવામાં આવી
  • બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી

તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ના બોપલ વિસ્તાર (Bopal) માં દિનદહાડે જાહેર વિસ્તારમાં ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈ ફરી બોપલ સહિત અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચકચારી મચી પડી છે. આ ઘટનામાં મળતી માહિતી મુજબ બોપલ વિસ્તાર (Bopal) માં બિલ્ડર (Builder) પર બે શખ્સો દ્વારા ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું.

બિલ્ડરની ગાડીમાં તોડફોડ કરવામાં આવી

Ahmedabad Bopal 

Ahmedabad Bopal Firing

એવું સામે આવ્યું છે, કે આ બે શખ્સો ધંધુકાથી આવ્યા હતા. જોકે આ શખ્સોએ સૌ પ્રથમ બોપલના બિલ્ડર (Builder) પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે બિલ્ડર દ્વારા પણ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.  તે ઉપરાંત બિલ્ડરની ગાડીમાં તોરફોડ પણ કરી હતી. જોકે એક અંગત અદાવતમાં ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.

બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી

આ સમગ્ર મામલે બિલ્ડર (Builder) દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને બંને પક્ષના આક્ષેપોને ધ્યાનમાં રાખીને ક્રોસ કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

આ પણ વાંચો: Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ

આ પણ વાંચો: Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

Whatsapp share
facebook twitter