Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓને HC થી મોટો ઝટકો! અરજી ફગાવી કોર્ટે કહી આ વાત!

04:49 PM Apr 24, 2024 | Vipul Sen

Ahmedabad : ખાનગી લકઝરી બસ સંચાલકોને હાઈકોર્ટથી (High Court) મોટો ઝટકો લાગ્યો છે. ખાનગી લકઝરી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે અને સિંગલ જજના નિર્ણયને બહાલી આપી છે. વર્ષ 2004 માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત ખાનગી ટ્રાવેલ એજન્સીઓ (Private travel agencies) દ્વારા કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં સવારનાં 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં મળી શકે. કારણ કે, ખાનગી લકઝરી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે. ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ ધંધા-રોજગારના અધિકાર અને RTO ના નિયમોને ટાંકીને સરકારનાં જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સાથે ટ્રાવેલ્સ એજન્સીઓએ સાલ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટમાં કરી હતી. જો કે, હાઈકોર્ટની ખંડપીઠે આ અપીલને ફગાવી દીધી હતી.

‘ચોક્કસ ડેટા વિના પ્રતિબંધને ગેરવ્યાજબી કંઈ રીતે જાહેર કરી શકાય?’

હાઈકોર્ટે (High Court) કહ્યું કે, છેલ્લા 18 વર્ષમાં શું કોઈ સ્થિતિ નથી બદલાઈ? છેલ્લા બે દાયકામાં વાહનો વધ્યાં છે, ટ્રાફિક મેનેજમેન્ટ (traffic management) મુશ્કેલ બન્યું, અકસ્માતો વધ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કે, કોઈ ચોક્કસ ડેટા વિના પોલીસે લાદેલા પ્રતિબંધને ગેરવ્યાજબી કંઈ રીતે જાહેર કરી શકાય? જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે. કોર્ટે આગળ કહ્યું કે, સામાન્ય નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઈ શકાય નહીં. આ સાથે વૈકલ્પિક રૂટ આપવાની રજૂઆત કોર્ટે ફગાવી હતી.

 

આ પણ વાંચો – ગીર અભ્યારણમાં સિંહના મોત મામલે HC ની લાલ આંખ

આ પણ વાંચો – High Court : ચૂંટણી પહેલા સારા સમાચાર, આ કર્મચારીઓને સરકાર આપશે લાખો રૂપિયા!

આ પણ વાંચો – LOKSABHA 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ, આ રહી સંપૂર્ણ વિગતો