Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : PIZZA ખાતા પહેલા ચેતજો ! ડોમીનોઝના પિઝાના બોક્સમાંથી નીકળી જીવાત

09:12 PM Apr 24, 2024 | Hiren Dave

Ahmedabad :રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા ફ્રેન્ચાઇઝી અને સંચાલકોની ઘોર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં, અખાદ્ય ખોરાક આપવાને લીધે તબિયત બગાડવાથી લઈને ફૂડ આઇટમ્સમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે, અમદાવાદથી (Ahmedabad)આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જગવિખ્યાત પિઝા (Pizza)ફ્રેન્ચાઇઝીના પિઝા બોક્સ માંથી જીવાત મળી આવી છે.

 

પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ

અમદાવાદ (Ahmedabad) ના લો ગાર્ડન વિસ્તારમાં (Low Garden area)આવેલ ડોમિનોઝ (Dominos pizza )બ્રાન્ચ પોતાના સ્ટોર ખાતે કેટલી ચોખ્ખાઈ રાખે છે તેનો જીવતોજાગતો પુરાવો મળ્યો છે. અહીની પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે. પિઝા બોકસ માંથી જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જીવતી જીવાતો રસોડાના ટેબલ પર

વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલ બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી છે. આવા જીવાત વાળા પિઝાના બોક્સમાં ન પિઝા પેક કરીને ગ્રાહકોને આપવામાં આવતા હોય છે. ત્યારે, ડોમિનોઝ પિઝાનું પહેલેથી જ ચલણ રહ્યું છે કે તે પહેલા ગ્રાહકો પાસેથી પૈસા લઈ લે છે અને બાદમાં ઓર્ડર સ્વીકારીને પિઝા આપે છે ત્યારે આટલી જાણીતી પિઝા બ્રાન્ડ દ્વારા સ્ટોર સહિત રસોડામાં પેસ કંટ્રોલ કરાવવામાં નથી આવતું. એટલે જે જીવતી જીવાતો રસોડાના ટેબલ પર અને પિઝા બોક્સ પર ફરી રહી છે.

 

સમગ્ર મામલે શહેરના એક જાગૃત નાગરિકે ફરિયાદ કરવામાં આવ્યું છે. ફરિયાદીનો આરોપ છે કે પિઝા બ્રાન્ડ ડોમિનોઝ દ્વારા સમયાંતરે પેસ્ટ કંટ્રોલ નથી કરાવવામાં આવતું એટલે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ચોખ્ખાઈમાં નબળી સાબિત થતી નાની દુકાનો પર દંડ અને સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે .

આ પણ  વાંચો – Ahmedabad: ગુજરાતનું પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની થઇ શરૂઆત

આ પણ  વાંચો – VADODARA : લાપતા પુત્રને પરત લાવવા માટે પિતાની “ઠાકોરજી”ને વિનંતી

આ પણ  વાંચો – Sam Pitroda Controversy : સામ પિત્રોડાના નિવેદનને ટાંકી C.R. પાટીલે કોંગ્રેસને લીધી આડે હાથ!