+

અમદાવાદ: ન્યૂડ કોલથી ધમકી આપી રૂપિયા પડાવનારની ધરપકડ

અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. ન્યુડ કોલથી ધમકી આપીને રૂપિયા પડાવનારની ધરપકડ કરવામાં આવી છે. ન્યુડ વિડીયો કોલ કરીને છેતરપિંડી કરતી મેવાતી ગેંગના સાગરીતોની ધરપકડ કરવામાં…

અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. ન્યુડ કોલથી ધમકી આપીને રૂપિયા પડાવનારની ધરપકડ કરવામાં આવી છે. ન્યુડ વિડીયો કોલ કરીને છેતરપિંડી કરતી મેવાતી ગેંગના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ ખોલીને મેવાતી ગેંગના સાગરીતો લોકો સાથે છેતરપિંડી કરતાં હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 15 ફરિયાદમાં 3.50 લાખ કરતાં પણ વધારેની છેતરપિંડી કરવામાં આવી છે.આ ટોળકીએ 8 મહિનામાં 15 લોકો પાસેથી રૂ.3.75 લાખ પડાવી લીધા હતા. જેની તપાસમાં પોલીસને 49 શંકાસ્પદ મોબાઈલ નંબર અને એક બેંક એકાઉન્ટ મળ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં 49 મોબાઈલ નંબર અને 1 બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. જે બાદ રાજસ્થાનમાં સ્થાનિક પોલીસની મદદથી લિયાકત હકમુદિનની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી લિયાકતની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળી આવ્યું છે કે તેના દ્વારા અંકિત શર્મા અને નેહા પટેલ નામની ફેક આઈ ડી બનાવવામાં આવી હતી.

આવા પ્રકારના સાઇબર ક્રાઇમના કિસ્સામાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1930 નંબર પર કોલ કરવા માટે સૂચન કરવામાં આવ્યા છે. આવા કિસ્સા હમણાં ઘણા વધી ગયા છે. અને અવાર નવાર સાઇબર ક્રાઇમની ઘણી ફરિયાદો નોંધવામાં આવે છે.

આ પણ વાંચો – ગોંડલ: રસ્તે ભટકતું જીવન જીવતા લોકોના જીવનમાં દિવાળીના રંગો પૂરતું ગોંડલનું સ્વયસેવી જૂથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter