Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vibrant Gujarat : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રેકોર્ડ બ્રેક MOU થયા, વાંચો અહેવાલ

07:34 PM Jan 03, 2024 | Vipul Pandya

આ મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) પૂર્વે રેકોર્ડ બ્રેક MOU થયા છે. આજે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat ) માં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા છે અને વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat )માં એક દિવસમાં થયેલ MOU પૈકી 370 લાખ રોજગારી સર્જન થવાનો દાવો કરાયો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ

આગામી સપ્તાહે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ત્યારે બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાત પહેલા રેકોર્ડ બ્રેક MOU સાઇન થયા છે.

એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાની MOU થયા

વાઇબ્રન્ટ ગુજરાત પહેલા બુધવારે આજે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાની MOU થયા છે. આ સમિટ બાદ ગુજરાતમાં મોટાપાયે રોકાણ થશે અને રોજગારી પણ ઉભી થશે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક MOU થતાં ગુજરાત હવે રોકાણ ક્ષેત્રે હોટ ફેવિરટ બની ચુક્યું હોવાનું પ્રતિત થાય છે.

અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરમાંથી અગ્રણી કંપનીઓના ઉદ્યોગકારો અને પ્રતિનિધીઓ ગુજરાત આવશે અને ગુજરાત સરકાર દ્વારા પુરી પડાયેલી મદદના આધારે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેનો સીધો લાભ ગુજરાતના રહિશોને મળશે. ઉલ્લેખનિય છે કે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ એલોન મસ્કની અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU છે અને ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં શરુ થવાની શક્યતા છે.

અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU

વાઇબ્રન્ટ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા છે અને એક જ દિવસમાં થયેલા આ MOU પૈકી 370 લાખ રોજગારી સર્જન થવાનો દાવો કરાઇ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ વિદેશ પણ ગયા હતા અને અગ્રણી કંપનીઓ સાથે વાતચીત પણ કરી હતી. દેશના વિવિધ શહેરોમાં વાઇબ્રન્ટ ગુજરાતને લગતાં કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું જેમાં દેશના ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પણ વાંચો—-HARSH SANGHVI : ‘રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પર મારી નજર…’

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ