+

દિવાળી પહેલા સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો, CNG-PNG ના ભાવમાં થયો વધારો

દિવાળી પહેલા સામાન્ય માણસને ફટકો પડ્યો છે. નેચરલ ગેસ CNG-PNG બંનેના ભાવ શનિવારથી વધી ગયા છે. જ્યારે IGLએ દિલ્હી એનસીઆર સહિત ઘણા શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે PNGના ભાવમાં પણ પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. આજથી એટલે કે શનિવારથી CNG-PNGના વધેલા નવા દરો અમલમાં આવી ગયા છે.CNG અને PNGમા 3 રૂપિયાનો વધારોદશેરા પછી અને દિવાળી પહેલા સામાન્ય લોકોને આ આંચકો લાગ્યો છે.
દિવાળી પહેલા સામાન્ય માણસને ફટકો પડ્યો છે. નેચરલ ગેસ CNG-PNG બંનેના ભાવ શનિવારથી વધી ગયા છે. જ્યારે IGLએ દિલ્હી એનસીઆર સહિત ઘણા શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે PNGના ભાવમાં પણ પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. આજથી એટલે કે શનિવારથી CNG-PNGના વધેલા નવા દરો અમલમાં આવી ગયા છે.
CNG અને PNGમા 3 રૂપિયાનો વધારો
દશેરા પછી અને દિવાળી પહેલા સામાન્ય લોકોને આ આંચકો લાગ્યો છે. IGL એ પણ CNG 3 રૂપિયા અને PNGમા 3 રૂપિયાનો વધારો કર્યો છે. જેની સીધી અસર હવે લોકોના ખિસ્સા પર પડશે. ઘરેલું ગેસ ગ્રાહકોની સાથે CNG ચાલકોના બજેટ પર પણ બોજ પડશે. IGL એ દિલ્હી NCRમા ઘરેલુ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. જે અંતર્ગત હવે દિલ્હીમાં 53.59 રૂપિયા પ્રતિ ACMના દરે ગેસ મળશે.
PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો
આ ઉપરાંત, ગાઝિયાબાદ, નોઇડા અને ગ્રેટર નોઇડામાં PNGની કિંમત પ્રતિ SCM 53.46 રૂપિયા હશે, જ્યારે ગુરુગ્રામમાં તેની કિંમત પ્રતિ SCM રૂપિયા 51.79 હશે. આ સિવાય મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં કિંમત વધીને 56.97 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે, જ્યારે અજમેર, પાલી અને રાજસમંદમાં તે વધીને 59.23 થઈ ગઈ છે. એ જ રીતે કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં રેટ ઘટાડીને 56.10 કરવામાં આવ્યા છે.

CNG અને PNGના ભાવમાં વધારો થયો
વળી, PNG વિશે વાત કરીએ તો, ઓગસ્ટ 2021થી અત્યાર સુધીમાં, તેની કિંમત દસ ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન, PNGની કિંમત SCM દીઠ રૂ. 29.93 (લગભગ 91 ટકા) વધારવામાં આવી છે. IGLએ જણાવ્યું કે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ તેમજ ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર જેવા અન્ય શહેરોમાં CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter