+

દુષ્કર્મ આચરનાર નરાધમો સંકંજામાં, 3 નરાધમની ધરપકડ

  અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે. કૃષ્ણનગર પોલીસે સાગર પટેલ, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડીડી ઢાંકેચાની ધરપકડ કરી છે. આરોપીઓએ સગીરાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીઓ સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરતા હતા. સગીરાએ આરોપીઓના ત્રાસથી કંટાળીને પોતાના પરિવારનà«

 

અમદાવાદના
કૃષ્ણનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસે 3
આરોપીને ઝડપી લીધા છે. કૃષ્ણનગર પોલીસે સાગર પટેલ
, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડીડી ઢાંકેચાની ધરપકડ કરી છે. આરોપીઓએ
સગીરાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતું. 
સમગ્ર ઘટનાની વાત
કરીએ તો આરોપીઓ સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરતા હતા. સગીરાએ
આરોપીઓના ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં
પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને ત્રણેય આરોપીની
ધરપકડ કરી લીધી છે.

 


દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા

આરોપીઓ
ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સાગર નામના આરોપીની સગીરાના કાકા સાથે મિત્રતા હતી. મિત્રતા હોવાના કારણે સાગર સગીરાના ઘરે આવતો જતો હતો. સાગરની સગીરા પર નજર બગાડતા સાગરે કામના બહાને સગીરાને પોતાના ઘરે બોલાવી
તેના પર દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ સાગરના મિત્ર રાજ્ઞેશ ધાનાણીએ સગીરાને ફોન
કરી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું.  સગીરા સાથે ફ્રેન્ડશિપ કરી સંબંધ બાંધવા દબાણ
કર્યું. અને જો તેવું નહીં કરે તો સાગર અને તેના સંબંધોની જાણ સગીરાના પરિવારને
કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી હતી. સગીરા ટ્યુશન જવા નીકળી ત્યારે આરોપી રાજ્ઞેશ
અને ધ્રુવીકે સગીરાનું અપહરણ કરી કારમાં લઇ ગયા. અને દહેગામ નજીક લઈ જઈ રાજ્ઞેશે કારમાં જ સગીરા પર દુષ્કર્મ આચર્યું. આ રીતે અવારનવાર આરોપીઓ સગીરાને મેસેજ કરીને બોલાવતા અને દુષ્કર્મ આચરતા હતા. આખરે સગીરાએ કંટાળીને
પોતાના પરિવારને સમગ્ર હકિકતની જાણ કરતા સગીરાના માતાપિતાએ કૃષ્ણનગર પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કૃષ્ણનગર પોલીસે તપાસ
હાથ ધરી નરાધમ સાગર અને રાજ્ઞેશની દુષ્કર્મના ગુનામાં જ્યારે ધ્રુવીકની મદદગારી
કરવાના ગુનામાં ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપીના અને સગીરાના મેડિકલ તપાસની
કામગીરી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Whatsapp share
facebook twitter