Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Agni-5 missile નું પરીક્ષણ સફળ, PM મોદીએ જાહેરાત કરી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

07:06 PM Mar 11, 2024 | VIMAL PRAJAPATI

Agni-5 missile: ભારતે આજે મિશન દિવ્યસ્ત્રનું પરીક્ષણ કર્યું હતું. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું આ પ્રથમ ઉડાન પરીક્ષણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મિશન દિવ્યસ્ત્ર માટે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, ‘મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ.’

વડાપ્રધાને DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મિશન દિવ્યસ્ત્ર માટે DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. PM Modi મોટી જાહેરાત PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ દ્વારા મિશન દિવ્યસ્ત્ર માટે DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિ મિશન વિશે લખ્યું કે, મને ભારતના ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેથી વડાપ્રધાને તેમને અભિનંદર પાઠવ્યાં હતાં.

ભારત MIRV ક્ષમતા ધરાવતા દેશોના જૂથમાં સામેલ

આ મિશનની વાત કરવામાં આવે તો આ સુનિશ્ચિત કરશે કે એક જ મિસાઈલને વિવિધ સ્થળોએ અનેક યુદ્ધ મોરચે તૈનાત કરી શકાય છે. આ પ્રોજેક્ટના ડાયરેક્ટર એક મહિલા હતા અને તેમાં મહિલાઓનું મહત્વનું યોગદાન છે. નોંધનીય છે અને ભારત માટે ગર્વની વાત છે કે, મિશન દિવ્યસ્ત્રના પરીક્ષણ સાથે, ભારત MIRV ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાયું છે.સિસ્ટમ સ્વદેશી એવિઓનિક્સ સિસ્ટમ્સ અને ઉચ્ચ ચોકસાઈવાળા સેન્સર પેકેજોથી સજ્જ છે. વિશ્વ કક્ષાએ ભારત હવે વધારે મજબૂત થઈ ગયું છે. અત્યારે હવે ભારતની ક્ષમતામાં પણ ખુબ જ વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મિશન દિવ્યસ્ત્ર માટે DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA
આ પણ વાંચો: ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
આ પણ વાંચો: તમે જાણો છો શું છે CAA ? આ રહી સંપૂર્ણ વિગતો