+

Himmatnagar : અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ હાઇ-વે કર્યો બ્લોક

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar ) નજીક ગામડી પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિક વ્યક્તિનું મોત થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા છે…

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar ) નજીક ગામડી પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિક વ્યક્તિનું મોત થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા છે અને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇ વે બ્લોક કરી દીધો હતો જેના પગલે બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઉશ્કેરાયેલા ટોળાએ ડીવાયએસપીની કાર સહિત 3 કાર પર પણ પથ્થરમારો કર્યો હતો અને ડીવાયએસપીની કારને આગ લગાવી હતી. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી અટકાયતોનો દોર શરુ કર્યો હતો.

લોકોએ હાઇ વે ને બંને તરફથી બ્લોક કરી દીધો

હિંમતનગરના ગામડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિકનું મોત થતાં જ મામલો બિચક્યો છે. ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્રીત થઇને ભારે હોબાળો મચાવી રહ્યા છે. ઉશ્કેરાયેલા લોકોએ હાઇ વે ને બંને તરફથી બ્લોક કરી દીધો છે.

ટાયરો સળગાવી વિરોધ

લોકોએ પથ્થરો અને લાકડા મુકીને હાઇ વે ને બ્લોક કરી દીધો છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. લોકોના ટોળા ઉમટી પડ્યા છે. લોકોએ હાઇવે બંધ કરી દઇ ચક્કાજામ કરી દીધો છે અને ટાયરો સળગાવી વિરોધ કર્યો છે.

બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી

ઘટનાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસ સ્થળ પર પહોંચી હતી પણ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને પાછી દોડાવી હતી. હાઇ વે બ્લોક થઇ જતાં હાઇ વે ની બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ છે. જો કે હાલ પોલીસ મામલો કાબુમાં લઇને ચક્કાજામ ક્લિયર કરાવાની કવાયત કરી રહી છે.

આ પણ વાંચો— Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે…

આ પણ વાંચો— Red Alert: હીટવેવના લીધે અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ

આ પણ વાંચો— Mahisagar Highway Accident: ચારધામ યાત્રા કરીને પરત આવતા પરિવારની Travelers અકસ્માતમાં પલટી ખાઈ ગઈ

આ પણ વાંચો— Ahmedabad : ત્રણ દરવાજા નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગી વિકરાળ આગ, ફાયરની 15 ગાડીઓ પહોંચી

Whatsapp share
facebook twitter