Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરાખંડ બાદ આ રાજ્ય સિનિયર સિટિઝન પત્રકારોને મળશે આ લાભ

05:34 AM Apr 25, 2023 | Vipul Pandya

ઉત્તરપ્રદેશની (UP) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારે ઉત્તરાખંડ સરકારની જેમ 60 વર્ષથી વધારે વયના પત્રકારોને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અને જનસંપર્ક વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે પ્રદેશમાં 60 વર્ષથી વધારેની ઉંમરના પત્રકારોને પેન્શન (Pension Scheme For Journalist) આપવા માટેનો નિર્ણય કર્યો છે. બુધવારે ઉત્તરપ્રદેશ  સરકારના (Govt of UttarPradesh) માહિતી અને જનસંપર્ક વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

થોડાં દિવસો પૂર્વે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પત્રકાર પેન્શન રકમને રૂ. 5,000થી વધારીને રૂ. 8,000 કરી દીધી હતી. જે બાદ હવે યોગી સરકારે પણ પત્રકારોને (Journalist) પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે.