Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચંદ્ર બાદ હવે બ્રહ્માંડના પ્રવાસે નીકળશે ભારત : યોગ ગુરુ બાબા રામદેવ

10:25 PM Aug 23, 2023 | Hardik Shah

Chandrayaan 3 એ ચંદ્ર પર પગ મૂકતાની સાથે જ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વૈજ્ઞાનિકોને દરેક લોકો અભિનંદન અને ગર્વ અનુભવી રહ્યા છે. શાળાના વિદ્યાર્થી હોય કે સરહદની સુરક્ષામાં તૈનાત સૈનિક હોય કે ગૃહિણી, દરેકે આ ક્ષણને પોતાની યાદોમાં સમાવી દીધુ છે. ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ બાદ દેશના ઘણા દિગ્ગજ સૈનિકો દેશને અભિનંદન આપી રહ્યા છે. આ કડીમાં બાબા રામદેવે પણ એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ચંદ્રયાન 3 ના સફળતા પૂર્વક લેન્ડ થયા પર મોટું નિવેદન આપ્યું છે.

બાબા રામદેવે પાઠવ્યા અભિનંદન

ઈસરોએ ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે ચંદ્રયાન-3ની સફળતા પર બાબા રામદેવે કહ્યું કે, આજે આપણે ઈતિહાસ રચ્યો છે. આપણે આજે ચંદ્ર પર વિજય મેળવ્યો છે, ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારત હવે બ્રહ્માંડની યાત્રાએ નીકળશે. બાબા રામદેવે ઈસરોના વૈજ્ઞાનિકને પણ અભિનંદન પાઠવ્યા છે. બાબા રામદેવે વધુમાં કહ્યું કે આ ભારતના ઉદયનો પ્રથમ તબક્કો છે. આ દ્રશ્યો ક્યારેય મનમાંથી ભૂંસાશે નહીં. બાબાએ કહ્યું કે, આપણે આખી દુનિયાને પાછળ છોડી દેવાની છે, પરંતુ કોઈનું ખરાબ કરીને નહીં, દરેકનું સારું કરીને આગળ વધીશું. આપણા દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ 140 કરોડ દેશવાસીઓનું ગૌરવ છે.

ચંદ્રયાન 3 ના લેન્ડ થયા પહેલા બાબાએ કર્યો યજ્ઞ-હવન

ચંદ્રયાન 3 ના લેન્ડિંગ થયા પહેલા બુધવારે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે યોગ ગુરુ બાબા રામદેવે કન્યા ગુરુકુલમમાં યજ્ઞ-હવન કર્યો હતો. આ દરમિયાન હવનમાં આહુતિ આપીને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞ-હવનમાં મોટી સંખ્યામાં ગુરુકુલમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિકોની સાથે સાથે દેશનું નેતૃત્વ પણ આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે અભિનંદનને પાત્ર છે. ઉતરાણ સમયે દુનિયા ભારત પર નજર રાખી રહી છે. જે બાળકો આજે ચંદ્રયાન 3 નું લેન્ડિંગ જોશે, તે બાળકોમાં દેશભક્તિની ભાવના વધશે. યોગ ગુરુ બાબા રામદેવે કન્યા ગુરુકુલમમાં આયોજિત હવન યજ્ઞ દરમિયાન કહ્યું હતું કે, વિશ્વને જીતવાની અરજ આપણને ચંદ્ર પર લઈ ગઈ છે. વિશ્વમાં કોઈએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ભાગ પર જવાનો વિચાર પણ કર્યો નથી. પરંતુ બુધવારે આપણને ચંદ્ર પર વિક્રમની શક્તિ જોવા મળશે. આજે સમગ્ર વિશ્વ ભારતના જ્ઞાન અને વિજ્ઞાનનું સન્માન કરશે.

PM એ સફળ ઉતરાણ બદલ અભિનંદન પાઠવ્યા

જણાવી દઈએ કે PM મોદીએ પણ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. PM એ ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ પર વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા છે. આ સિદ્ધિને મોટી ગણાવતા તેમણે કહ્યું કે, અમે પૃથ્વી પર સંકલ્પ લીધો હતો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં અત્યાર સુધી કોઈ અન્ય દેશ પહોંચી શક્યો નથી. દેશ આ દિવસને હંમેશ માટે યાદ રાખશે. આ દિવસ આપણને બધાને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપે.

આ પણ વાંચો – ભારતે રચ્યો ઈતિહાસ, Chandrayaan-3 નું ચાંદની ધરતી પર સફળ લેન્ડિંગ

આ પણ વાંચો – ભારત હવે ચંદ્ર પર છે : ISROના વડા એસ.સોમનાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.